
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અશોક ખરાત કેસમાં રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડા તેજસ્વી સાતપુતે એ આ કેસ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે “પીડિતાઓ અને તેમના કુટુંબીજનોના ઇન્ટરવ્યુ લેવા પર બંધી છે. આ કેસમાં મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. પીડિતાઓની ઓળખ થાય એવા વિડીયો વાઇરલ કરનારાઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે.
આ કેસ સંદર્ભે ૪૬૫૦ વિડીયો લિન્કસ વાઇરલ થઈ હતી. જે સાયબર ટીમે ડિલીટ કરી છે. વળી સોશિયલ મીડિયા પર પણ વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરાતી હતી એવા ૪૫૧ અકાઉન્ટ પણ કાયમ માટે ડિલીટ કરવામાં આવ્યા છે. આ પ્રકરણ બહુ જ સેન્સિટિવ છે. એથી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી કેટલીક વિગતો ગુપ્ત રાખવી જરૂરી છે. આ પ્રકરણમાં સગીરનો સમાવેશ નથી.
અશોક ખરાત કહે છે:- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવલા ચાહીએ. અશોક ખરાત કેસ ની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની પૂછપરછ દરમ્યાન અશોક ખરાતે કબૂલાતનામામાં એવું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું કે “ હું કોઈ વશીકરણ નહોતો કરતો, ચમત્કાર નહોતો કરતો. હાથચાલાકી અને યુક્તિઓ વાપરીને મહિલાઓને જાળમાં ખેંચતો હતો. ઝુકતી હૈ
દુનિયા, ઝુકાનેવાલા ચાહીએ.”
અશોક ખરાત મહિલાઓની શ્રધ્ધાનો ગેરલાભ ઉઠાવતો હતો. અને તેમને ડરાવી દેતો હતો. એમ જણાવતા તેજસ્વી સાતપુતે એ વધુમાં કહ્યું હતું કે “અશોક ખરાત નંગ, ચિચુકા, રુદ્રાક્ષ, પુજાવિધી વગરે આપી ને મહિલા પાસેથી પૈસા પડાવતો હતો. આમ કરીને તે અંધશ્રધ્ધા ફેલાવતો હતો.
અત્યાર સુધી ભોગ બનેલી મહિલાઓએ લોકો શું કહેશે એવું વિચારીને અન્યાય સહન કર્યો હતો. પરંતુ હવે હિમ્મતથી મહિલાઓ આવી રહી છે એ મોટી વાત છે.





