
કાર્તિક આર્યને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી કાર્તિક આર્યને પોતાની ઓળખ સુરક્ષિત રાખવા કાયદેસર પગલાં લીધાં
આ કેસ ટૂંક સમયમાં સુનાવણી માટે આવવાનો છે, જેમાં કાર્તિકે તાત્કાલિક રાહતની માંગ કરી છે જેથી તેની ઓળખનો વધુ દુરુપયોગ અટકાવી શકાય અભિનેતા કાર્તિક આર્યને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર તેની ઓળખનો તેની અનુમતિ વિના વ્યાપારી હેતુથી ઉપયોગ થઈ રહ્યો છે. આ પગલું ડિજિટલ યુગમાં સેલિબ્રિટીની ઓળખનાં વધતા દુરુપયોગ અંગે ચિંતાઓને દર્શાવે છે.આ અંગેના અહેવાલો મુજબ, કાર્તિકે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અંતર્ગત કેસ દાખલ કરીને તેનાં નામ, છબી, દેખાવ અને અન્ય ઓળખપાત્ર લક્ષણોના સંરક્ષણની માંગ કરી છે.
તેનો દાવો છે કે તેની મંજૂરી વગર તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અરજીમાં કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓ (જેઓને “જાેન ડો” પક્ષકાર તરીકે ઓળખવામાં આવે છે)ને નિશાન બનાવવામાં આવ્યા છે, જે તેના વ્યક્તિત્વનો વ્યાપારી લાભ માટે ઉપયોગ કરી રહ્યા છે.પેટિશનમાં કાર્તિકે કોર્ટને વિનંતી કરી છે કે તે આવા તમામ એકમોને તેની ઓળખનો ઉપયોગ જાહેરાતો, મર્ચેન્ડાઇઝ અથવા ડિજિટલ કન્ટેન્ટમાં કરવાની મનાઈ કરે. સાથે જ, તેણે પ્લેટફોર્મ્સને આ પ્રકારની સામગ્રી દૂર કરવાની અને જવાબદાર લોકોની વિગતો જાહેર કરવાની પણ માંગ કરી છે.તેની કાનૂની ટીમે દલીલ કરી છે કે આ દુરુપયોગ હવે નવી ડિજિટલ ટેન્કોલોજી સુધી પહોંચ્યો છે, જેમાં ઇરાદાપૂર્વક ફેરફાર કરાયેલ કન્ટેન્ટ અને છૈં દ્વારા બનાવાયેલા મટિરિયલનો સમાવેશ થાય છે. આ બાબત ગોપનીયતા અને પબ્લિસિટીના હક્કોને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવો અનુમતિ વિનાનો ઉપયોગ માત્ર તેના હક્કોનું ઉલ્લંઘન નથી, પરંતુ લોકોમાં ગેરસમજ પણ પેદા કરી શકે છે.આ કેસ ટૂંક સમયમાં સુનાવણી માટે આવવાનો છે, જેમાં કાર્તિકે તાત્કાલિક રાહતની માંગ કરી છે જેથી તેની ઓળખનો વધુ દુરુપયોગ અટકાવી શકાય.





