
પીએમ સ્ટાર્મરે કંપનીઓને આપી ચેતવણી યુકેમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગી શકે છે સરકારે સ્વીકાર્યું છે કે કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ પહેલાથી જ કેટલાક સુરક્ષા પગલાં લઈ રહી છે બ્રિટનના પ્રધાનમંત્રી Keir Starmer એ સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોની ઓનલાઈન સુરક્ષા મુદ્દે આગળ આવી જવાબદારી લેવા માટે કડક અપીલ કરી છે. ગુરુવારે Mªa, Snapchat, Google, TikTko અને X જેવી મોટી ટેક કંપનીઓના અધિકારીઓ સાથેની બેઠક પહેલાં Keir Starmer એ આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગથી હવે લોકોના મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. આથી દરેક દેશ સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે.
સરકારનું કહેવું છે કે બાળકો ઓનલાઈન જાેખમજનક કન્ટેન્ટનો સામનો કરી રહ્યા છે. જાેકે આ માટેની જવાબદારી સ્પષ્ટ રીતે કોઈ લઈ નથી રહ્યું. આ મુદ્દે હવે બ્રિટિશ સરકાર વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. ખાસ કરીને સોશિયલ મીડિયા એપ્સના બાળકોની ઊંઘ, તેમનું ફેમિલી જીવન અને અભ્યાસ પર પડતા પ્રભાવને નિયંત્રિત કરવા સરકાર હવે કેટલાક કડક પગલાં ઉઠાવી રહી છે. આ વિશે Keir Starmer એ કહ્યું હતું કે ‘સોશિયલ મીડિયા હવે નક્કી કરી રહ્યું છે કે બાળકો પોતાની જાતને કેવી રીતે જુએ. તેમની ફ્રેન્ડશિપ અને તેમની આસપાસની દુનિયા બધું સોશિયલ મીડિયા જ નક્કી કરે છે. જાે એમાં રિસ્ક હોય તો આપણે એને નજર અંદાજ નહીં કરી શકીએ. બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. આજે સોશિયલ મીડિયા કંપનીઓ આગળ આવી પોતે જવાબદારી ઉઠાવે એ જરૂરી છે અને તેઓ એ કરે એની હું ખાતરી આપું છું.’ સરકારે સ્વીકાર્યું છે કે કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ પહેલાથી જ કેટલાક સુરક્ષા પગલાં લઈ રહી છે. જેમ કે YouTube પર બાળકો માટે autoplay બંધ કરવું અને માતા-પિતાને સ્ક્રીન ટાઈમ પર વધુ નિયંત્રણ આપવું, જેમાં કર્ફ્યૂ જેવી સુવિધાઓ પણ સામેલ છે. તેમના દ્વારા હવે શોર્ટ્સને બંધ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું છે. જાેકે Keir Starmer માને છે કે દરેક પ્લેટફોર્મ પર આવી સુવિધા નથી. તેમ જ આ પૂરતું પણ નથી અને વધુ કડક નિયમોની બનાવવાની જરૂર તેમણે દર્શાવી છે.
હાલમાં બ્રિટન સરકાર એક જાહેર સલાહ પ્રક્રિયા ચલાવી રહી છે, જે આગામી મહિના સુધી ચાલુ રહેશે. તેમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની શક્યતા પર વિચારણા થઈ રહી છે, જેમાં ૧૬ વર્ષથી ઓછા વયના બાળકો માટે સંપૂર્ણ પ્રતિબંધ, કર્ફ્યૂ, એપ ઉપયોગ સમય મર્યાદા અને વ્યસનકારક ડિઝાઇન ફીચર્સ પર નિયંત્રણ જેવા પગલાં સામેલ છે. આ માટે દરેકની સલાહ લેવામાં આવી રહી છે કે શું કરવું જાેઈએ અને શું કરી શકાય. ત્યાર બાદ લોકોની સલાહ પરથી ચોક્કસ નિયમ બનાવવામાં આવશે.
વિશ્વના અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. Australia ગયા વર્ષે ૧૬ વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો, જ્યારે યુરોપના ઘણા દેશો પણ સમાન પગલાં પર વિચાર કરી રહ્યા છે.
આ સમગ્ર મુદ્દો હવે વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે, જ્યાં બાળકોની ડિજિટલ સુરક્ષા અને ટેક્નોલોજી કંપનીઓની જવાબદારી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.





