Food News: હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. હોળી-ધુળેટીના તહેવાર પર દરેકના ઘરે મીઠી વાનગી બનાવવામાં આવે છે. જોકે, હોળીનો તહેવાર ગુજીયા વિના અધૂરો ગણાય છે. આ સિવાય જો તમારે અન્ય સ્વીટ વાનગી બનાવવી હોય તો આ વખતે તમે માલપૂઆ ટ્રાય કરો. તે બનાવવામાં પણ એકદમ સરળ છે, ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
માલપૂઆ બનાવવાની સામગ્રી
- એક કપ મેંદો
- એક કપ ઘઉંનો લોટ
- સોજીનો લોટ
- એક ચમચી પીસેલી વરિયાળી
- ત્રણ થી ચાર પીસેલી એલચી પાવડર
- નાળિયેર પાવડર
- અડધો કપ ખાંડ
- દૂધનો પાવડર
ઘી અથવા તેલ તળવા માટે બનાવવાની રીત
- માલપુઆ બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. તેમાં દૂધનો પાવડર અને સોજી નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું
- દૂધ નાખતા જાઓ ને ગંઠ્ઠા ન પડે તેમ મિક્સ કરતા જાવ. ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે 20-25 મિનિટ તેને એક બાજુમાં મૂકી રાખો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી મિક્સ કરો. આ મિશ્રણને 5-7 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં એલચીનો પાવડર નાખી ગેસ બંધ કરી ચાસણીને એક બાજુ મૂકો.
- ફરી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મિશ્રણને કડછી કે વાટકા વડે જેટલી સાઈઝમાં માલપુવા બનાવવા છે
- એટલું મિશ્રણ નાખી બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
- ત્યાર બાદ તેલમાંથી કાઢીને તૈયાર કરેલી ચાસણીમાં 5-7 મિનિટ ડુબડો. ત્યારબાદ ચાસણીમાંથી કાઢી લો. હવે તને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિસ કરો તો તૈયાર છે માલપુઆ.