ઈશિતા દત્તાના ૧૫ કિલો વજન ઘટાડવાનું રહસ્ય ન ડાયટ, ન વર્કઆઉટ છતાં અભિનેત્રી ઈશિતાનું વજન ઘટ્યું દીકરીના જન્મ બાદ ગંભીર બીમારી અને ગૉલબ્લેડરની સર્જરીને કારણે ઝડપથી વજન ઘટ્યું : ઈશિતાનો ખુલાસો તાજેતરમાં બોક્સ ઓફિસ પર ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ (દૃશ્યમ-૩)ની જાેરદાર ચર્ચા વચ્ચે ફિલ્મમાં આજે દેવગણની મોટી દીકરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઈશિતા દત્તા પણ ચર્ચામાં છે. બે બાળકોના જન્મ બાદ તેમનું વજન ઝડપથ ઘટતાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો કે તેમણે આટલી ઝડપથી વજન કેવી રીતે ઉતાર્યું? હવે ઈશિતાએ પોતે જ આ પાછળનું સત્ય જણાવ્યું છે. બાળકના જન્મ પછી દરેક મહિલાના શરીરમાં ઘણાં બદલાવ આવે છે. એવામાં ડિલિવરી પછીના થોડાક જ સમયમાં કોઈ પણ સેલિબ્રિટીનું વજન ઝડપથી ઉતરે તો લોકો તેને ખાસ ડાયટ કે વરકાઉતનું પરિણામ માની લે છે. પરંતુ ઈશિતાએ સ્પષ્ટ કર્યું કે તેમની સાથે એવું નહોતું. દીકરી વેડાના જન્મના બે મહિનાથી પણ ઓછા સમયમાં તેમનું લગભગ ૧૫ કિલો વજન ઘટ્યું હતું, પરંતુ તે કોઈ ખાસ ફિટનેસ પ્લાનના કારણે નહોતું. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઈશિતા દત્તાએ પોતાની હેલત્ર જર્ની વિષે વાત આકરી હતી. તેમણે જણાવ્યું કે ૧૦ જૂન, ૨૦૨૫ના રોજ દીકરી વેદાના જન્મ બાદ તેમનું લગભગ ૧૫ કિલો વજન ઘટી હતું. જાેકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ એક્સરસાઈઝ કે ડાયટ પ્લાનનું પરિણામ નહોતું. ઈશિતાના જણાવ્યા પ્રમાણે, તે સમયે તેઓ ગંભીર રીતે બીમાર હતા અને ડૉક્ટરોને તેમના ગૉલબ્લેડરની સર્જરી કરવી પડી હતી. તેમના શરીરમાંથી ગૉલબ્લેડર કાઢી નાખવામાં આવ્યું હતું. તેથી ટૂંકા સમયમાં વજન ઘટવું એવી બાબત નથી કે અન્ય મહિલાઓએ પણ તેની નકલ કરવાનો પ્રયત્ન કરવો જાેઈએ. ઈશિતાએ જણાવ્યું કે, બીજી પ્રેગ્નેન્સીના છઠ્ઠા મહિનાથી જ તેમને પ્રીમેચ્યોર ડિલીવરીનું જાેખમ હતું. તેથી ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી હતી. આ દરમિયાન તેમને પેટમાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. દુ:ખાવો એટલો વધારે હતો કે તેમને બે-ત્રણ વખત તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેમને ગૉલબ્લેડરમાં સ્ટોન હતા. પ્રેગ્નેન્સીના કારણે તરત સર્જરી થઈ શકી નહીંગૉલબ્લેડરમાં સ્ટોન હોવાનું જાણવા છતાં તરત સર્જરી કરવી શક્ય નહોતી. ઈશિતાએ જણાવ્યું કે તેઓ ગર્ભવતી હોવાથી તેમને વધુ અસરકારક પેઇનકીલર આપી શકાય તેમ નહોતી. જ્યારે પણ દુ:ખાવો વધતો, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા, પરંતુ ડૉક્ટર પાસે સારવાર કરવાના વિકલ્પ મર્યાદિત હતા. ‘હું વજન ઘટાડવા નહીં, વધારવા માંગી હતી’ઈશિતાના જણાવ્યા મુજબ, તે સમયે તેમનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું અને તેઓ પોતાનું વજન ફરી વધે એવી ઈચ્છા રાખતા હતા. તેમના માટે ફિટ દેખાવા કરતાં સ્વસ્થ બનવું વધુ મહત્વનું હતું. તેમણે એમ પણ કહ્યું કે ડિલિવરી બાદ મહિલાઓ પર તરત જ વજન ઘટાડવાનું દબાણ બનાવવું યોગ્ય નથી. બાળકના જન્મ બાદ માતાના શરીરને આરામ અને રિકવરીની જરૂર હોય છે, જૂના શરીરના બાંધામાં પાછા ફરવાની નહીં. ઈશિતાએ પોતાની પહેલી પ્રેગ્નેન્સીનો પણ અનુભવ શેર કર્યાે હતો. દીકરા વાયુના જન્મ બાદ તેઓ લગભગ એકથી દોઢ વર્ષ સુધી જિમ ગઈ નહોતી અને વજન ઘટાડવા અંગે વિચાર્યું પણ નહોતું. તેમણે કહ્યું કે તે સમય તેઓ માતૃત્વની સફરને માણી રહ્યા હતા અને તેમના માટે બાળકના જન્મ બાદ વજન કરતાં માતા બનવાનો અનુભવ વધુ મહત્વનો હતો.




