
IPL આચારસંહિતાનો ભંગ બદલ ફટકારી સજા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને IPL ફટકાર્યો દંડ.બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાનો ભંગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
પરિણામે દક્ષિણ આફ્રિકાના બોલર પર દંડ ફટકારવામાં આવ્યો છે. બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં બોલરને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
નંદ્રે બર્ગરને કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. એક નિવેદનમાં IPL કહ્યું કે નંદ્રે બર્ગરે કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનાનો સ્વીકાર કર્યો છે. આમાં એવી ભાષા, હરકત અથવા એક્સપ્રેસનનો ઉપયોગ શામેલ છે, જે બીજા ખેલાડીનું અપમાન કરે છે અથવા તેમને આક્રમક રીતે ઉશ્કેરે છે. તેણે મેચ રેફરી દ્વારા લાદવામાં આવેલ દંડ સ્વીકાર્યો છે.
આઈપીએલે કઈ ચોક્કસ ઘટના માટે નંદ્રે બર્ગરને દંડ ફટકાર્યો તે જાહેર કર્યું નથી. બર્ગરે આ મેચમાં ચાર ઓવર ફેંકી હતી. તેણે ૨૭ રન આપીને રિષભ પંત અને મિશેલ માર્શની વિકેટ લીધી હતી. પંત પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે મિશેલ માર્શ ક્રીઝ પર સારી રીતે સેટલ હતો. તેના આઉટ થવા સાથે મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની હાર લગભગ નિશ્ચિત બની ગઈ.
મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા કુલ ૧૫૯ રન બનાવ્યા. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરોને મદદરૂપ થઈ. રાજસ્થાન માટે રવિન્દ્ર જાડેજા સૌથી વધુ સ્કોરર રહ્યો, જેણે ૪૩ રનનું યોગદાન આપ્યું. જવાબમાં લખનૌનો દાવ ૧૮મી ઓવરમાં ૧૧૯ રનમાં સમેટાઈ ગયો. રાજસ્થાને ૪૦ રનથી મેચ જીતી લીધી. ટીમના ટોપ-૪ બેટ્સમેનોમાં ફક્ત મિશેલ માર્શ જ પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યો. આયુષ બદોની, ઋષભ પંત અને એડેન માર્કરમ શૂન્ય રને આઉટ થયા હતા.





