
રિચા હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે.ગ્લેમર છોડીને જાણીતી બોલીવૂડ એક્ટ્રેસે પક્ડ્યો જાસુસીનો રસ્તો?.૨૦૦૮માં ‘ઓય લકી! લકી ઓય!’ થી કરિયરની શરૂઆત કરનાર રિચાને ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી અસલી ઓળખ મળી હતી.ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને માનીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની લોકપ્રિય વેબ સિરીઝ ‘હીરામંડી’માં લાજ્જાેના પાત્રથી વાહવાહી મેળવ્યા બાદ બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હવે એક સાવ અલગ અવતારમાં પડદા પર પરત ફરી રહી છે. રિચાના અભિનયમાં જે ધાર જાેવા મળે છે, તે હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે, જેણે અત્યારથી જ ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ હાલમાં મધરહૂડનો અહેસાસ માણી રહી છે અને એમાં પણ ફેમસ વેબસિરીઝ ‘હીરામંડી’ની સફળતા બાદ રિચા ચઢ્ઢા કંઈક નવું અને પડકારજનક કરવા માંગતી હતી, જે હવે આ જાસૂસી પાત્ર દ્વારા પૂર્ણ થવા જઈ રહ્યું છે.બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હાલમાં એક મોટા અને જાણીતા ઓટીટી પ્લેટફોર્મની ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાસૂસ ની ભૂમિકામાં જાેવા મળશે. મળતી માહિતી અનુસાર આ રોલમાં રિચા એક શાંત, સમજદાર અને ગંભીર વિચાર ધરાવતી મહિલા તરીકે દેખાશે, જે તેના અગાઉના બોલ્ડ પાત્રો કરતા તદ્દન અલગ હશે.આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ સીરિઝનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે અને તેની વાર્તા જટિલ ગુનાખોરી અને તેની તપાસની આસપાસ વણાયેલી છે. ફેન્સ આ સમાચાર સાંભળીને એકદમ આનંદમાં આવી ગયા છે. લાંબા સમય બાદ પોતાની ફેવરેટ સ્ટારને મોટા પડદા પર જાેવા માટે તેઓ ખૂબ જ ઉત્સુક છે. વાત કરીએ રિચાના વર્કફ્ન્ટની તો ૨૦૦૮માં ‘ઓય લકી! લકી ઓય!’ થી કરિયરની શરૂઆત કરનાર રિચાને ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી અસલી ઓળખ મળી હતી. આ સિવા. વેબ સિરીઝ ‘હીરામંડી’માં તેણે પોતાની એક્ટિંગથી એ સાબિત કરી દીધું કે તે ભલે ગમે તેટલા નાના રોલમાં હોય, પણ પોતાની મજબૂત છાપ છોડી જાય છે. હવે આ નવો રોલ તેના કરિયરમાં એક નવો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.




