‘ભેડિયા’ની ટીમ ફરી સાથે જાેવા મળી ક્રિતિ, વરુણ અને અમર કૌશિકના પુનર્મિલનથી નવી ફિલ્મની અટકળો ક્રિતિએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી લખ્યું ‘ઓબ્સેસ્ડ’, ચાહકોમાં આગામી પ્રોજેક્ટને લઈને ઉત્સુકતા વધી
ક્રિતિ સેનન, વરુણ ધવન અને ફિલ્મ દિગ્દર્શક અમર કૌશિક ફરી એકસાથે જાેવા મળતાં ચાહકોમાં તેમની આગામી ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે. ત્રણેય અગાઉ હોરર-કોમેડી ફિલ્મ ‘ભેડિયા’માં સાથે કામ કરી ચૂક્યાં છે. જાેકે, આ વખતે તેઓ કોઈ નવી ફિલ્મ કે પ્રોજેક્ટ માટે ભેગાં થયાં છે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ક્રિતિએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં તે વરુણ ધવન અને અમર કૌશિક સાથે જાેવા મળે છે. આ વીડિયો સાથે તેણે લખ્યું હતું, “એક અનપેક્ષિત પુનર્મિલન, જે તમને ‘ઓબ્સેસ્ડ’ કરી દેશે! વધુ માહિતી માટે જાેડાયેલા રહો.” તેની આ પોસ્ટે ચાહકોમાં અનેક અટકળોને વેગ આપ્યો છે. ખાસ કરીને કેપ્શનમાં ‘ઓબ્સેસ્ડ’ શબ્દના ઉપયોગને કારણે ત્રણેય કોઈ નવી ફિલ્મની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ છે. જાેકે, ક્રિતિએ આ મુલાકાત પાછળનું કારણ જાહેર કર્યું નથી. ક્રિતિ સેનન અને વરુણ ધવને ૨૦૨૨માં અમર કૌશિકની હોરર-કોમેડી ફિલ્મ ‘ભેડિયા’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં વરુણે ભાસ્કરનું પાત્ર ભજવ્યું હતું, જેને વરુ કરડ્યા બાદ તેના શરીરમાં અસામાન્ય પરિવર્તનો થવા લાગે છે. ક્રિતિ ફિલ્મમાં ડૉ. અનિકાની ભૂમિકામાં હતી, જે ભાસ્કરને તેની સાથે થઈ રહેલી ઘટનાઓ સમજવામાં મદદ કરે છે.‘ભેડિયા’ મેડોક ફિલ્મ્સના હોરર-કોમેડી યુનિવર્સનો ભાગ હતી. ફિલ્મની વાર્તા આગળ જતાં આ ળેન્ચાઇઝીની અન્ય ફિલ્મો સાથે પણ જાેડાઈ હતી.




