
પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું.વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલિંગનો નિર્દેશ.હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો ર્નિણય લીધો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હવે સોમવાર અને શુક્રવારે માત્ર વર્ચ્યુઅલ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જાેતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે આ ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઈબ્રિડ સુનાવણીની વ્યવસ્થા હતી. એટલે કે, વ્યક્તિગત રીતે હાજરી અને વર્ચ્યુઅલ એમ બંને રીતે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી.
ઈંધણ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટનું પગલું: -મિસલેનિયસ ડેઝ એટલે કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસોમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી થશે. -આંશિક કાર્યકારી દિવસોમાં પણ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થશે.
-સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કાર પૂલિંગ કરવા માટે સહમત થયા. સુપ્રીમ કોર્ટે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ભારત સરકારના પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા ૧૨ મે ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, તાત્કાલિક અસરથી અનેક વહીવટી અને કામગીરી સંબંધી નવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં મિસલેનિયસ ડેઝ (જેમ કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસો) અને આંશિક કાર્યકારી દિવસોમાં લિસ્ટ થયેલા કેસોની સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે કે વીડિયો લિંક સમયસર મોકલવામાં આવે અને ટેકનિકલ વ્યવસ્થા સુચારૂ રાખવામાં આવે જેથી કોર્ટની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ઈંધણના શ્રેષ્ઠ ઉપયોગના ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પરસ્પર સંમતિથી કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો ર્નિણય લીધો છે. રજિસ્ટ્રીની દરેક શાખા/સેક્શનમાં વધુમાં વધુ ૫૦% કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. જાે કે, બાકીના સ્ટાફની ઓફિસમાં હાજરી અનિવાર્ય રહેશે, જેથી કામગીરી અવિરત ચાલતી રહે. સંબંધિત રજિસ્ટ્રારને સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કામ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડ્યે કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ પણ બોલાવી શકાય છે. જાે કોઈ શાખામાં વર્ક ફ્રોમ હોમ અસરકારક જણાતું નથી, તો રજિસ્ટ્રાર તેને મર્યાદિત અથવા સંશોધિત કરી શકે છે. આ વ્યવસ્થા વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા અને સંસાધનોના વધુ સારા ઉપયોગના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે.





