
સુમુલ ડેરીના ર્નિણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ.સુરત-તાપી પશુપાલકો માટે કિલોફેટ દૂધ પર રૂ.૧૨૦ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત.સુમુલ ડેરી બોનસ પેટે રૂ. ૪૨૫ કરોડ ચૂકવશે પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. ૧,૦૨૦ સુધીનો ભાવ મળશે.સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ (Sumul Dairy) કિલોફેટ દૂધ પર રૂ. ૧૨૦ના બોનસની જાહેરાત કરી છે. આના પગલે સુમુલ ડેરી બોનસ પેટે રૂ. ૪૨૫ કરોડ ચૂકવશે.પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. ૧,૦૨૦ સુધીનો ભાવ મળશે. સુમુલ ડેરીના ર્નિણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ છે. પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ સુમુલ ડેરીના ર્નિણયને આવકાર્યો છે. તેમણે તેને પશુપાલકોના હિતમાં લેવાતો ર્નિણય ગણાવ્યો છે.
સુમુલ ડેરી સાથે જાેડાયેલા પશુપાલકોને ગયા વર્ષે પ્રતિ કિલોફેટે રૂ. ૮૭૦ની ચૂકવણી કરવામાં આવી હતી. તેના પછી બીસીયુ ફેટફેર અંદાજે રૂ. ૩૦ ભાવ ફેર પેટે આપવામાં આવ્યા હતા. કિલોફેટ દૂધમાં ૧૨૦ રૂપિયા મળીને પશુપાલકોને પ્રતિ કિલોફેટે રૂ. ૧,૦૨૦ મળશે તેમ જણાવાયું હતુ. આ સાથે સુમુલ ડેરીએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા પશુપાલકોને પ્રતિ કિલોફેટે ચૂકવાતી રકમ સૌથી વધુ છે.
સુમુલ ડેરીનું આ પગલું દૂધના કારોબારમાં સંકળાયેલા લાખો કારોબારીઓ માટે રાહત રૂપ આપનારું જ નહીં પણ તેમની આર્થિક સમૃદ્ધિ વધારતું પગલું છે. સહકારી ક્ષેત્રમાં સુમુલ ડેરીએ લીધેલું આ પગલું બીજી ડેરીઓ માટે જાણે એક મોટો માપદંડ બની ગયું છે.
બીજી ડેરીઓએ આગામી દિવસમાં તેને અનુસરવાની ફરજ પડી શકે છે.આમ સુરતની સુમુલ ડેરી પશુપાલકોને રૂ. ૪૨૫ કરોડનીચૂકવણી કરશે.
સુમુલ ડેરીના ર્નિણયના લીધે પશુપાલકોના ખાતા છલકાશે. આગામી જૂન મહિનામાં આ રકમ પશુપાલકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ જાહેરાતના લીધે ગ્રામીણ સ્તરે પશુપાલકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળ્યો છે. તેમનું માનવું છે કે પારદર્શક વહીવટના કારણે તેમને આ ચૂકવણી થઈ રહી છે.
સુમુલના આ ર્નિણયને પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યુ છે કે તે પશુપાલકોના હિત માટે પ્રતિબદ્ધ છે. ૧૦૦૦ રૂપિયાથી વધુનો ભાવ મળવો તે પશુપાલકો માટે રાહતની વાત છે. આના પરથી બીજી ડેરીઓના સંચાલકો પણ કંઇક શીખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.





