
ફિલ્મમાં જાેની લીવરની મુખ્ય ભૂમિકા હશે.જાેની લીવરની ફિલ્મમાં શાહરૂખ સહિતના કલાકારોનો કાફલો.દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો.જાેની લીવરની મુખ્ય ભૂમિકા ધરાવતી એક કોમેડી ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર સહિત કેટલાક જાણીતા કલાકારો કેમિયો કરવાના છે. આ ફિલ્મમાં મનોજ પાહવાની પણ મહત્વની ભૂમિકા હશે. જાેની લીવરની પત્નીના રોલમાં શિલ્પા શિરોડકરને પસંદ કરાઈ છે. દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યાે હતો. તેમાંથી મોટાભાગના કલાકારોએ જાેનીના સન્માન રુપે સંમતિ દર્શાવી હતી.





