
આ બધા સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ છે કોકટેલ ટૂમાં ગીતની ઉઠાંતરીના આરોપ થતાં પ્રીતમ છંછેડાયો સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટમાં બંને ગીતોની એક પછી એક ક્લિપ રજૂ કરી બંને વચ્ચે બેહદ સામ્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો ‘કોકેટલ ટુ’ ફિલ્મનું ‘માશૂકા’ ગીત ૧૯૯૩નાં એક ઈટાલિયન ગીતની કોપી છે તેવા આક્ષેપો થતાં સંગીતકાર પ્રીતમ નારાજ થયો છે. પ્રીતમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે મારું એક ગીત પણ રીલિઝ થાય કે તરત જ કેટલાક સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ્સ એક્ટિવ થઈ જાય છે. આ તબક્કે તો મારે આ લોકોને એટલું જ કહેવું છે કે તમે બધા મારી અનપેઈડ પીઆર ટીમ છો. સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટમાં બંને ગીતોની એક પછી એક ક્લિપ રજૂ કરી બંને વચ્ચે બેહદ સામ્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રીતમના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ બે છાવણીમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકોએ પ્રીતમનો બચાવ પણ કર્યાે હતો તો બીજા કેટલાકે કહ્યું હતું કે બોલીવુડ હંમશાં કોપી પેસ્ટમાં જ વ્યસ્ત રહે છે.





