
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ રૂબરૂ મળી હાલમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓને જે તે દવાખાના, હોસ્પિટલોમાંથી દવાનો સ્ટોક ન હોય તે દવા બહારથી લખી આપવામાં આવતી હતી.જે દવા વિના મૂલ્યે આપવામાં આવતી હતી. તે પ્રથા હાલમાં બંધ કરી રિઈમ્બર્સમેન્ટ પ્રથા દાખલ કરી છે. આ પ્રથા કર્મચારીઓ, પેન્શરોના હિત વિરુધ્ધ હોય તે રિઈમ્બર્સમેન્ટ પ્રથા બંધ કરવાની જરૂર છે.
સુરત મહાનગરપાલિકા ધ્વારા જૂના ઠરાવમાં સુધારો કરી એક પરિપત્ર બહાર પાડી પહેલા કર્મચારીએ પોતાના પૈસે દવા ખરીદવાની અને ત્રણ મહિના પછી દવાના નાણાં તેના પગારમાં જમા થાય. કેટલાક કર્મચારીઓ,પેન્શરો હાલ કેટલાક ગંભીર રોગોથી પીડિત હોય અને તેઓને મહિને રૂપિયા ૧૦ થી ૧૫ હજારની દવા થતી હોય અને તેઓ માંડ-માંડ પેન્શન ઉપર જીવતા હોય અને તેઓને દર મહિને આટલો મોટો ખર્ચ પરવડે નહીં. એટલે આવા કર્મચારીઓ, પેન્શરો માટે જૂની પ્રથા આશીર્વાદરૂપ હતી. તે બંધ કરી મહાનગરપાલિકાએ કર્મચારીઓને કચડી નાંખવાની જે ચાલ રમી છે તેને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ.
સુરત મહાનગરપાલિકા આ પરિપત્રને રદ કરવા માટે અમો માંગણી કરીએ છીએ. તા.૨૫/૦૫/૨૦૨૬ ના રોજ એક આવેદનપત્ર આપવામાં આવશે. તેમ છતાં અમારી માંગણી નહીં સંતોષાય તો તા.૧૦/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૩ કલાકે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજા પાસે ધરણાનો કાર્યક્રમ કરી આંદોલન કરવાની ફરજ પડશે. જે ધરણાંના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી સંખ્યામાં જોડાવા માટે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા અપીલ કરવામાં આવી છે. આજ રોજ કર્મચારી મહામંડળની એક મિટિંગ ભાઈલાલ બી. વૈષ્ણવના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં વિવિધ યુનિયનોના આગેવાનો સર્વશ્રી જયંતીભાઈ વાઘેલા, વિજયભાઈ શેણમારે, શશિકાન્તભાઈ સોલંકી, મોહમંદ ઈકબાલ શેખ, કિરીટભાઈ વાઘેલા, દેવેન્દ્ર પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત હતા.





