
કરણ જાેહરે ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજે બોલિવૂડ ટ્રેન્ડ સેટર નથી રહ્યું હવે કોઈ કરીના કે આલિયાની નકલ કરવા માંગતું નથી’ : કરણ જાેહર જ્યારે લોકો મનિષ મલ્હોત્રા પાસે જાય છે, ત્યારે તેઓ ઘણી વખત કહે છે, ‘હું કોઈએ જે પહેર્યું છે તે પહેરવા માંગતી નથી.’ : કરીના એક સમય એવો હતો જ્યારે કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર બનતી કે કોઈ ટીવી સીરિયલ લોકપ્રિય બની જતી, ત્યારે લોકો પોતાના મનપસંદ સ્ટાર્સની સ્ટાઇલની નકલ કરવા લાગી પડતા — પછી તે હેરસ્ટાઇલ હોય કે બ્રાઇડલ આઉટફિટ. પરંતુ હવે ફિલ્મમેકર કરણ જાેહર માને છે કે દર્શકો હવે કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ અથવા દીપિકા પાદુકોણ જેવા બોલિવૂડ સેલિબ્રિટીઓની જેમ કપડાં પહેરવા માંગતા નથી. તેના મત મુજબ, આ પરિવર્તનનું સૌથી મોટું કારણ લોકોમાં પોતાની આગવી ઓળખ જાળવવાની વધતી ઇચ્છા છે.એક યુટ્યુબ શોમાં હાજર રહેલા કરણ જાેહરે વાત કરતા કહ્યું, “પહેલાં એવું માનવામાં આવતું હતું કે જાે બોલિવૂડ સેલિબ્રિટીએ કંઈ પહેર્યું હોય તો તે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. હવે લોકોનો અભિગમ બદલાઈ ગયો છે. લોકો કહે છે, ‘હું આ કેમ પહેરું? કરીનાએ તો પહેલેથી પહેરી લીધું છે,’ અથવા ‘આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણે પહેલેથી પહેરી લીધું છે.’ તેઓ બીજા કોઈએ પહેરેલું પહેરવા માંગતા નથી કારણ કે તેઓ કોઈ બોલિવૂડ સ્ટારની નકલ કરતા દેખાવા માંગતા નથી. હવે કોઈ પણ વ્યક્તિ સેલિબ્રિટીનું “વોનાબી” વર્ઝન જેવી છબી બનાવવા માંગતું નથી. દરેક વ્યક્તિ પોતાની આગવી ઓળખ શોધી રહી છે.”તેણે આગળ સમજાવ્યું કે હવે લક્ઝરી ફેશનના ગ્રાહકો સેલિબ્રિટી પ્રેરિત સ્ટાઇલિંગ કરતાં વધુ વ્યક્તિગત અનુભવ ઈચ્છે છે. “જ્યારે લોકો મનિષ મલ્હોત્રા પાસે જાય છે, ત્યારે તેઓ ઘણી વખત કહે છે, ‘હું કોઈએ જે પહેર્યું છે તે પહેરવા માંગતી નથી.’ દરેક વ્યક્તિ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ ઈચ્છે છે. તેઓ એવી કસ્ટમર સર્વિસ ઈચ્છે છે જે ખાસ કરીને તેમનાં માટે તૈયાર કરવામાં આવી હોય. તેઓ ખાસ અનુભવવા માંગે છે. તેમનો અભિગમ એવો હોય છે: ‘અમે તમને પૈસા આપી રહ્યા છીએ, તો તમે અમને એવું શું આપી રહ્યા છો જે બીજાને નથી આપી રહ્યા?’ હવે એક્સક્લૂઝિવિટી અને વ્યક્તિગત ધ્યાન માટે જાેરદાર માંગ છે.” રસપ્રદ વાત એ છે કે મનિષ મલ્હોત્રાએ પોતે એક વખત એવા સમય વિશે વાત કરી હતી જ્યારે સેલિબ્રિટી ફેશનની નકલ કરવી એ પ્રેરણાદાયક માનવામાં આવતું હતું.તેણે કહ્યું, “મને યાદ છે કે જ્યારે દિલ તો પાગલ હૈ રિલીઝ થઈ, ત્યારે લોકોએ મને પોતાનો બૂટિક શરૂ કરવાની સલાહ આપી હતી કારણ કે ફિલ્મના કપડાં ખૂબ જ લોકપ્રિય બની ગયાં હતાં. દરેક ટેલર તે કપડાંની નકલ કરી રહ્યો હતો. એ સમયે મને સમજાયું કે મારું પોતાનું કોઈ લેબલ નથી.”





