
ફરહાન આશુતોષ ગોવારિકરની ક્રિકેટર લાલા અમરનાથ પર આધારિત બાયોપિકમાં આમિર ખાન સાથે જાેડાશે ફરહાન અખ્તર લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથ પર આધારિત આશુતોષ ગોવારિકરની આગામી સ્પોર્ટ્સ ડ્રામામાં આમિર ખાન સાથે જાેડાશે એવી ચર્ચા છેે આઇકોનિક લગાનની જાેડી આમિર ખાન અને ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર ફરી એકવાર સાથે આવવાની તૈયારીમાં છે. આ મજબુત જાેડી ૨૫ વર્ષ બાદ એક વિશાળ અને મોટાં રોકાણ સાથે બની રહેલી પીરિયડ સ્પોર્ટ્સ બાયોપિક માટે ફરી સાથે આવી રહી છે, જે લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત છે. હવે આ ફિલ્મ અંગેની તાજી અપડેટ એ છે કે અભિનેતા-ફિલ્મમેકર ફરહાન અખ્તર પણ ફિલ્મમાં મહત્વની ભુમિકા ભજવવા માટે ચર્ચામાં છે.એક સુત્રના જણાવ્યા અનુસાર, ફરહાન અખ્તર એક પાકિસ્તાની ક્રિકેટર અને લાલા અમરનાથના નજીકના મિત્રનાં પાત્રમાં જાેવા મળશે. સુત્રએ વધુમાં જણાવ્યું, “ભલે આ એક લાંબો કેમિયો હોય, ફરહાનનું પાત્ર ફિલ્મની વાર્તા માટે ભાવનાત્મક રીતે ખુબ જ મહત્વનું છે. તે લાલા અમરનાથના એવા મિત્રની ભુમિકા ભજવે છે, જે ભાગલા પછી પાકિસ્તાનમાં જ રહે છે.”આગળ સુત્રે જણાવ્યું, “આ ફિલ્મ ફક્ત ક્રિકેટ વિશે નથી; તે દેશના ઇતિહાસના સૌથી ઉથલપાથલભર્યા સમયમાં ટકેલી મિત્રતા વિશે પણ છે. આશુતોષે ફરહાનને આ ભૂમિકા અંગે વિચારવા કહ્યું છે, પરંતુ હજુ બધું નક્કી થયું નથી.” ફરહાનનું પાત્ર ફિલ્મના ભાવનાત્મક કેન્દ્ર માટે અત્યંત મહત્વનું ગણાવવામાં આવે છે.ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આમિર ખાન પ્રોડક્શન ઉપરાંત ફરહાનનું એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને જાણીતા ફિલ્મમેકર રાજકુમાર હિરાની પણ નિર્માતા તરીકે જાેડાયા છે. પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી ચાહકોને ફિલ્મ શરૂ થવા માટે વધુ રાહ નહીં જાેવી પડે. અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬ આસપાસ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ, ફરહાન અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ છોડવાના મુદ્દે મતભેદ થયા હોવાનું કહેવાય છે.





