ફિલ્મમાંથી ૪ મિનિટ ૨૭ સેકન્ડના દ્રશ્યો-સંવાદ હટાવાયા ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ પર CBFC ની કાતર, ૨૦થી વધુ કટ્સ ફરજિયાત ફિલ્મમાં ખેડૂતો માટે વપરાયેલા કેટલાક ‘આપત્તિજનક શબ્દો’ પણ બદલવા સૂચના આપવામાં આવી છે શ્રેયસ તલપદે અને કાજલ અગ્રવાલની કોર્ટરૂમ ડ્રામા ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ તેની રિલીઝના માત્ર બે દિવસ પહેલાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી સર્ટિફિકેટ મેળવવામાં સફળ રહી છે. જાેકે, ફિલ્મને યૂ/એ ૧૬+ પ્રમાણપત્ર આપતાં પહેલાં સેન્સર બોર્ડે ૨૦થી વધુ કટ્સ અને સંવાદોમાં ફેરફાર ફરજિયાત કર્યા છે. કુલ મળીને ફિલ્મમાંથી ૪ મિનિટ ૨૭ સેકન્ડનું ફૂટેજ હટાવવામાં આવ્યું છે.સીબીએફસીના ર્નિદેશ મુજબ ફિલ્મની શરૂઆત અને અંતે વિગતવાર ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે, જેના કારણે ફિલ્મની લંબાઈમાં ૫૦ સેકન્ડનો વધારો થયો છે.સેન્સર બોર્ડે ખેડૂતોને લગતા અનેક સંવાદોમાં ફેરફાર કરાવ્યા છે. ફિલ્મમાં ખેડૂતોની વસ્તી અંગે દર્શાવાયેલી ટકાવારી ૬૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવી છે. ખેડૂતો માટે વપરાયેલા કેટલાક ‘આપત્તિજનક શબ્દો’ પણ બદલવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત “દેશ કે કિસાન દેશ કે…”થી શરૂ થતો સંવાદ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મની લંબાઈમાં ૨૦ સેકન્ડનો ઘટાડો થયો છે. તે જ રીતે ‘કિસાન આતંકવાદી’ અને ‘સરકાર દેશદ્રોહી’ જેવા સંવાદોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.ફિલ્મમાં કેરળના એન્ડોસલ્ફાન દુર્ઘટના અંગે કરાયેલા ઉલ્લેખને અચોક્કસ ગણાવી તેમાં ફેરફાર કરાવાયો છે. બીજા ભાગમાં એન્ડોસલ્ફાન અંગેનો ૪૦ સેકન્ડનો સંવાદ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. તે જ રીતે ભટિંડાથી બીકાનેર જતી ‘કેન્સર ટ્રેન’ના દ્રશ્યો અને તેની જાહેરાત સંબંધિત સંવાદોમાં પણ ફેરફાર કરાવાયો છે.આ સિવાય સેન્સરે કેટલાક સંવાદો અને દ્રશ્યોમાં પણ ફેરફાર અથવા કાપ મૂક્યા છે. જેમકે, ‘મુંહ મેં ડંડે ડાલ’ સંવાદમાં ફેરફાર, માતાના દૂધમાં ભારે રસાયણોના કારણે નવજાત બાળકોમાં કેન્સર થવાના ૧૪ સેકન્ડના સંવાદને હટાવવામાં આવ્યો છે. ‘આપકો જબ લાઇસન્સ…’થી ‘નયા ભારત હૈ’ સુધીનો ૮ સેકન્ડનો સંવાદ કાઢી નાખવામાં આવ્યો છે. નકલી દૂધના ઉપયોગ સંબંધિત સંવાદમાં ફેરફાર કરાયા છે. અપની વાલી…થી શરૂ થતો ૨૦ સેકન્ડનો સંવાદ દૂર કરવામાં આવ્યો છે. ‘કિસાન દોષી હૈ’થી શરૂ થતો ૨૦ સેકન્ડનો સંવાદ કાઢી નાખવામાં આવ્યો છે. ઇન્ટરવલ બાદનો ‘કિસાન અન્નદાતા હૈ’થી શરૂ થતો ૧ મિનિટ ૨૦ સેકન્ડનો સંવાદ પણ હટાવવામાં આવ્યો છે. ‘હર સાલ દો…’ સંવાદમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ ફેરફારો બાદ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ની સત્તાવાર લંબાઈ ૧૩૦.૧૩ મિનિટ, એટલે કે ૨ કલાક ૧૦ મિનિટ ૧૩ સેકન્ડ છે. આ ફિલ્મ ૨૪ જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.





