
સુપ્રીમ કોર્ટે સહમતિથી બનાવેલા સંબંધો પર અપરિણીત યુગલોને રાહત આપી લગ્ન પૂર્વે સંમતિથી બંધાયેલા સંબંધો ખરાબ કેરેક્ટર નથી સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભરતી બોર્ડનો ર્નિણય મનસ્વી હતો, કારણ કે લોક અદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલવા સમાન નથી
ભારતમાં ઘણીવાર લગ્ન પહેલાના શારીરિક સંબંધોને ‘ચારિર્ત્યહીનતા’ સાથે જાેડવામાં આવે છે. સામાજિક બદલાવ અને વ્યક્તિગત સ્વતંત્રતાના યુગમાં નૈતિકતાના માપદંડો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પુખ્ત વયની વ્યક્તિઓ દ્વારા પરસ્પર સહમતિથી રાખવામાં આવેલા સંબંધોને તેના ચારિર્ત્યના આંકલનનો આધાર બનાવી શકાય નહીં. આવા સંબંધો કોઈ વ્યક્તિના ખરાબ ચારિર્ત્યનું પ્રમાણપત્ર નથી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે તેલંગાણા પોલીસ કોન્સ્ટેબલ ભરતીના એક કેસમાં ઉમેદવાર ગજુલા તિરુપતિની તરફેણમાં ચુકાદો આપતા આ ટિપ્પણી કરી છે.સમગ્ર મામલો એવો છે કે આ ઉમેદવારની પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ હતી, પરંતુ બાદમાં તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. કારણ એ હતું કે ૨૦૧૫માં તે એક ફોજદારી કેસમાં આરોપી હતો, જેમાં તેના પર એક યુવતી સાથે લગ્નના નામે સંબંધ બાંધી અન્યત્ર લગ્ન કરવાનો આક્ષેપ હતો. જાેકે, આ કેસ લોક અદાલતમાં સમાધાન દ્વારા ઉકેલાઈ ગયો હતો. ઉમેદવારે ભરતી વખતે આ બાબતની માહિતી પોતાની જાતે આપી હતી, તેમ છતાં ભરતી બોર્ડે તેને ‘નૈતિક અધ:પતન’ ગણી અયોગ્ય ઠેરવ્યો હતો.સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ભરતી બોર્ડનો ર્નિણય મનસ્વી હતો, કારણ કે લોક અદાલતમાં થયેલું સમાધાન ગુનો કબૂલવા સમાન નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજના સમયમાં લગ્ન પહેલાના શારીરિક સંબંધો એક સામાન્ય બાબત છે. માત્ર આ આધાર પર કોઈ વ્યક્તિના ચારિર્ત્ય પર નકારાત્મક ટિપ્પણી કરી શકાય નહીં. ખંડપીઠે જણાવ્યું હતું કે આજના સમયમાં આવા વિવાહ-પૂર્વ સંબંધો સામાન્ય છે. બે અપરિણીત પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સહમતિથી બનેલા શારીરિક સંબંધો એ કોઈ વ્યક્તિના ચારિર્ત્ય વિશે ધારણા બાંધવાનો આધાર ન હોવો જાેઈએ. એવો કોઈ કાયદો નથી જે બે સહમત અપરિણીત પુખ્ત વયના લોકોને તેમની પસંદગીના સંબંધો રાખતા અટકાવતો હોય. આમ, અદાલતે પોલીસ ભરતી બોર્ડના ર્નિણયને નકારી કાઢ્યો હતો.





