
નવા કેપ્ટનની જાહેરાત નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર જાે રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલનો ભંગ કરવા બદલ આગામી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન જાે રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૧૭ જૂનથી લંડનના ઓવલ ખાતે રમાનારી છે, જ્યાં જાે રૂટ હવે ટીમનું નેતૃત્વ કરશે. આ બીજી વખત છે જ્યારે જાે રૂટ ટીમનું નેતૃત્વ કરશે. રૂટે અગાઉ એલિસ્ટર કૂક પછી ૨૦૧૭માં આ ભૂમિકા સંભાળી હતી.
તેમણે કુલ ૬૪ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી હતી. જાેકે, ખરાબ ફોર્મ અને એશિઝ શ્રેણીની હાર બાદ જાે રૂટે એપ્રિલ ૨૦૨૨માં ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને બેન સ્ટોક્સની નિમણૂક કરવામાં આવી હતી.
લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૧૫ રનની શાનદાર જીત બાદ બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સને ટીમના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ લંડન નાઇટક્લબમાં હતા જ્યાં એક ઝઘડાને કારણે ઇંગ્લેન્ડ ટીમના સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી થઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈઝ્રમ્ એ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને પસંદગી માટે અનુપલબ્ધ જાહેર કર્યા છે.
કેપ્ટન સ્ટોક્સ અને ઝડપી બોલર એટકિન્સનની ગેરહાજરીથી ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણને મોટો ફટકો પડ્યો છે. આ ખામીને દૂર કરવા માટે બોર્ડે ટીમમાં બે અગ્રણી ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. સ્ટાર ઝડપી બોલર જાેફ્રા આર્ચર લાંબા સમય પછી રેડ-બોલ ક્રિકેટમાં પાછો ફર્યો છે. યુવા બેટ્સમેન જાેર્ડન કોક્સને પણ બેકઅપ તરીકે ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ૧૫ સભ્યોની ટીમ:- જાે રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જાેફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જાેર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રીવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જાેશ ટંગ.





