
૧ દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મ અને ૨ ફોટોશૂટ ૮૩ વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચન કરી રહ્યાં છે તનતોડ મહેનત અમિતાભ બચ્ચન આ ઉંમરમાં પણ એકદમ એક્ટિવ છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ૮૩ વર્ષનાં છે અને આ ઉંમરમાં પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે. દરરોજ કલાકોનાં કલાકો શૂટિંગ કર્યાં પછી બ્લોગ લખવાનું કામ પણ કરતા હોય છે. લેટેસ્ટમાં અમિતાભ બચ્ચને તેમનાં બ્લોગમાં જણાવ્યું કે કેવી રીતે એક દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મોનું શૂટિંગ કર્યું અને સાથે-સાથે બે ફોટોશૂટ પૂરાં કર્યાં. અમિતાભ બચ્ચનનો બ્લોગ જાેયા બાદ યુઝર્સ પણ હેરાન થઈ ગયા છે કે ૮૩ વર્ષની ઉંમરમાં આટલું કામ કેવી રીતે કરી રહ્યાં છે. પોતાનાં બ્લોગમાં બિગ બીએ કામ અને પોતાનાં લોકો સાથે જાેડાયેલ રહેવા માટે પણ વાત કરી અને લખ્યું કે, “કામ તો કામ છે. લોકો સાથે જાેડાયેલા રહેવાનું ક્યારેય બંધ ન કરવુ જાેઈએ.” અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે ૧૨ શોર્ટ ફિલ્મોનું શૂટિંગ કર્યું અને પછી ૨ ફોટોશૂટ પણ તે દિવસે જ કર્યું. બિગ બીની આ સ્ફૂર્તિ જાેઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. આમ, વાત કરવામાં આવે તો એક્ટર આ ઉંમરમાં પણ સુપર એક્ટિવ છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન સેક્શન ૮૪ નામની ફિલ્મમાં જાેવા મળી શકે છે. આ સિવાય તેમની પાસે કલ્કિ પાર્ટ ૨ પણ છે, જેમાં અશ્વથામાની ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં પાર્ટમાં એક્ટરની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી હતી. બીજા પાર્ટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. બીજા પાર્ટમાં પણ બિગ બી મહત્વની ભૂમિકામાં જાેવા મળી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગઈ છે. દીપિકાની જગ્યા સાઇ પલ્લવીએ લીધી છે. ફિલ્મ રિલીઝ સાથે જાેડાયેલ બીજી કોઈ જાણકારી સામે આવી નથી. આમ, વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરમાં પણ એકદમ એક્ટિવ છે અને સવારનાં ૪ વાગ્યા સુધી કામ કરે છે. આમ, વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન હંમેશા તેમની એક્ટિંગથી ફેન્સને ફિદા કરી દેતા હોય છે.





