
હૈતીને ૧-૦થી હરાવ્યું.FIFA વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડે ૩૬ વર્ષ પછી મેળવી જીત.મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. ૨૯મી મિનિટે સ્કોટલેન્ડે પ્રથમ લીડ મેળવી, જે અંત સુધી નિર્ણાયક સાબિત થઈ.ફૂટબોલની મેચ માત્ર ખેલાડીઓની મહેનતથી નથી જીતાતી, ક્યારેક રેફરીની એક ભૂલ પણ આખી મેચનું પાસું પલ્ટી નાંખતી હોય છે. બોસ્ટનના મેદાન પર કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં સ્કોટલેન્ડે હૈતીને હરાવીને ૩૬ વર્ષ બાદ આ રમતોત્સવમાં જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ, આ વિજયની ઉજવણી વચ્ચે મેદાન પર લેવાયેલા વિવાદાસ્પદ ર્નિણયોએ ફૂટબોલ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. શું ખરેખર હૈતી સાથે અન્યાય થયો? આવો જાણીએ આ રોમાંચક અને વિવાદોથી ઘેરાયેલી મેચની સંપૂર્ણ વિગત.ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના ગ્રુપ ઝ્રની એક મહત્ત્વપૂર્ણ મેચમાં સ્કોટલેન્ડે હૈતી સામે ૧-૦થી શાનદાર જીત મેળવી હતી. સ્કોટલેન્ડના ફૂટબોલ ઈતિહાસ માટે આ જીત અત્યંત ભાવુક ક્ષણ લઈને આવી છે, કારણ કે ૧૯૯૦ પછી વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની આ પ્રથમ જીત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૮ પછી સ્કોટલેન્ડની ટીમ પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી છે.મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. ૨૯મી મિનિટે સ્કોટલેન્ડે પ્રથમ લીડ મેળવી, જે અંત સુધી નિર્ણાયક સાબિત થઈ. ફોરવર્ડ ચે એડમ્સે એક લોંગ બોલને ખૂબ જ સુંદર રીતે કંટ્રોલ કર્યાે અને તેને બેન ગેનોન-ડોક તરફ પાસ કર્યાે. ગેનોન-ડોક દ્વારા કરવામાં આવેલા ક્રોસને હૈતીના ડિફેન્ડરે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યાે, પરંતુ બોલ સીધો જાેન મેકગિન પાસે પહોંચી ગયો. મેકગિને કોઈ પણ ભૂલ કર્યા વિના, બોક્સની ધાર પરથી એક જાેરદાર શોટ ફટકાર્યાે. હૈતીનો ગોલકીપર જાેની પ્લેસિડ આ શોટને રોકવામાં નિષ્ફળ રહ્યો અને બોલ સીધો નેટમાં ગયો.અલ્જેરિયાના જાણીતા રેફરી મુસ્તફા ઘોરબાલ આ મેચમાં રેફરી હતા, પરંતુ તેમના કેટલાક ર્નિણયો હૈતીની ટીમ માટે આંચકાજનક રહ્યા હતા.૭૩મી મિનિટનો વિવાદ: મેચની ૭૩મી મિનિટે સ્કોટલેન્ડના એક ડિફેન્ડરને બોલ વાગ્યો હતો. હૈતીના ખેલાડીઓએ પેનલ્ટીની માંગ કરી, પરંતુ રેફરીએ તેને નકારી કાઢી હતી.૭૯મી મિનિટે પેનલ્ટી ન મળી: સૌથી મોટો વિવાદ મેચની ૭૯મી મિનિટે થયો જ્યારે હૈતીના જીન-રિકનર બેલેગાર્ડે બોક્સની અંદરથી એક પાવરફુલ કિક મારી. આ બોલ સ્પષ્ટપણે બોક્સની અંદર સ્કોટિશ ડિફેન્ડરના હાથ પર વાગ્યો હતો. ફૂટબોલના નિયમો મુજબ ડી-બોક્સની અંદર હેન્ડબોલ થવા પર વિરોધી ટીમને પેનલ્ટી મળવી જાેઈએ. હૈતીના ખેલાડીઓએ મેદાન પર જાેરદાર અપીલ કરી, પરંતુ રેફરી મુસ્તફા ઘોરબાલે તેને અવગણી દીધી. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ટુર્નામેન્ટમાં ફછઇ (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) એ પણ આ ર્નિણયમાં દખલ ન કરી.‘રેડ કાર્ડ’ ન આપ્યું: માત્ર હેન્ડબોલ જ નહીં, પરંતુ પ્રથમ હાફમાં સ્કોટલેન્ડના કેની મેકલીને હૈતીના જાેસુ કાસિમીરના ઘૂંટણ પર અત્યંત ખતરનાક ટેકલ કર્યાે હતો. આ ફાઉલ એટલો ગંભીર હતો કે નિયમ મુજબ મેકલીનને સીધું ‘રેડ કાર્ડ’ આપીને મેદાનની બહાર મોકલી શકાયો હોત, પરંતુ અહીં પણ રેફરીએ નરમ વલણ અપનાવ્યું અને રેડ કાર્ડ ન આપ્યું.એક તરફ સ્કોટલેન્ડના ફેન્સ આ જીતથી અત્યંત ખુશ છે. પરંતુ બીજી તરફ, હૈતીના ફેન્સ અને ફૂટબોલ વિવેચકો રેફરિંગના સ્તર પર સવાલ ઉઠાવી રહ્યા છે. વર્લ્ડ કપ જેવા વૈશ્વિક સ્ટેજ પર આવા ર્નિણયો મેચનું પરિણામ બદલી નાખે છે, જે ફૂટબોલની રમતની ‘ફેર-પ્લે’ ભાવના સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.





