
નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક આકર્ષક પોસ્ટર શેર કર્યું બોક્સ ઓફિસ પર પિતા સૈફ અને પુત્રી સારા વચ્ચે ટક્કર થશે અક્ષય કુમાર-સૈફ અલી ખાનની ‘હૈવાન’ અને ‘ઉડતા તીર’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા આતુર ચાહકો માટે ખુશખબર છે. તેમની પ્રિયદર્શન સાથેની સસ્પેન્સ થ્રિલર ‘હૈવાન’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જ્યારથી પ્રિયદર્શન અને અક્ષય તેમજ સૈફ અલી ખાનની તસવીરો જાહેર થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ચર્ચાઓ થતી રહી છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દુનિયાના થિએટર્સમાં એકસાથે રિલીઝ થશે. આ સાથે જ રસપ્રદ વાત એ છે કે આ દિવસે બોક્સ ઓફિસ પર પિતા-પુત્રીની ફિલ્મ વચ્ચે ટક્કર થશે. કારણ કે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઉડતા તીર’ પણ આ જ દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મની જાહેરાત સાથે નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક આકર્ષક પોસ્ટર શેર કર્યું છે, જેના પર લખવામાં આવ્યું છે, “એક જ જનૂન. એક અથાગ પીછો. એક તારીખ જે તમારે યાદ રાખવી છે. પ્રિયદર્શનની હૈવાન જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરીથી સાથે આવે છે. ૧૧ સપ્ટમ્બરે થિએટરમાં આવશે. કેલેન્ડરમાં તમારી તારીખ નોંધી લેજાે.” આ સાથે કેપ્શનમાં જણાવાયું કે ‘હૈવાન’ એક એવી થ્રિલર છે જે દર્શકોને અંત સુધી સસ્પેન્સમાં જકડી રાખશે.‘હૈવાન’ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લાંબા સમય બાદ ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જાેવા મળશે. બંને કલાકારો અગાઉ અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આ ફિલ્મ દ્વારા પ્રિયદર્શન પણ અક્ષય કુમાર સાથે ફરી જાેડાયા છે. બંનેએ આ વર્ષે ‘ભૂત બંગલા’માં પણ સાથે કામ કર્યું હતું. અક્ષય અને સૈફ ઉપરાંત ફિલ્મમાં શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જાેવા મળશે. જાેકે ફિલ્મની વાર્તા અંગે નિર્માતાઓએ હજુ સુધી કોઈ વિગત જાહેર કરી નથી, પરંતુ પોસ્ટર અને ટૅગલાઇન પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ લત, પીછો અને સસ્પેન્સ જેવા વિષયો પર આધારિત હશે. આ અંગેના અહેવાલોમાંથી માહિતી મુજબ, ‘હૈવાન’ પ્રિયદર્શનની ૨૦૧૬ની વખણાયેલી મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની અધિકૃત હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા.ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું છે, જ્યારે પ્રોડક્શન ડિઝાઇન સાબુ સિરિલે સંભાળી છે. દિવાકર મણિ સિનેમેટોગ્રાફર તરીકે જાેડાયા છે.પરંતુ રસપ્રદ વાત એ છે કે ‘હૈવાન’ની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર રસપ્રદ ટક્કર જાેવા મળશે. આ જ દિવસે આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન અભિનીત સ્પાય કોમેડી ‘ઉડતા તીર’ પણ રિલીઝ થવાની છે.ખાસ વાત એ છે કે આ ફિલ્મનું ર્નિદેશન આકાશ એ. કૌશિકે કર્યું છે અને નિર્માણમાં કરણ જાેહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન સહિતના નિર્માતાઓ જાેડાયેલા છે. આથી ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં બે મોટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મો વચ્ચે જાેરદાર બોક્સ ઓફિસ જંગ જાેવા મળશે.





