
હૈદરાબાદમાં પાંચ દિવસ શૂટિંગ થયું કલ્કિ-ટુમાં આલિયા ભટ્ટનું રહસ્યમય પાત્ર ઉમેરાયું આવતાં વર્ષે એપ્રિલમાં શૂટિંગ પુરૂ કરી ડિસેમ્બર ૨૦૨૭માં ફિલ્મનો બીજાે ભાગ રજૂ કરવાની યોજના હોલીવૂડની બરાબરી કરે તેવી ભારતીય સાયફાય કલ્કિ ૨૮૯૮ એડીના બીજા ભાગનું કામ ચાલી રહ્યું છે. અશ્વિન નાગ ર્નિદેશિત આ ફિલ્મના બીજા ભાગમાં આલિયા ભટ્ટ પણ જાેવા મળશે. સવાલ એ છે કે તે કયું પાત્ર ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આલિયા ભટ્ટ કલ્કિ ૨૮૯૮ એડી યુનિવર્સમાં સામેલ થઇ છે પણ આ અંગે સત્તાવાર સમર્થન મળે તેની રાહ જાેવાઇ રહી છે. આલિયા ભટ્ટે ગયા મહિને હૈદરાબાદમાં યોજાયેલાં પાંચ દિવસના શૂટમાં પણ ભાગ લીધો હતો. પુરાણ કથાઓ અને સાયફાયનું અજબ મિશ્રણ કરી કલ્કિમાં ભાવિનો અનોખો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. હવે ફિલ્મના વિલન યાસકિનને હવે કેન્દ્રસ્થાને રજૂ કરી ફિલ્મના પાત્રોને વધારે મજબૂત બનાવવામાં આવી રહ્યા હોવાની જાેરદાર ગોસિપ ચાલી રહી છે. ૨૦૨૪માં આવેલી કલ્કિ ૨૮૯૮ એડી બોક્સ ઓફિસ પર સફળ નીવડી હતી. અશ્વિન નાગ ર્નિદેશિત આ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ એપ્રિલમાં પુરૂ કરી ૨૦૨૭ના ડિસેમ્બરમાં થિયેટર્સમાં રજૂ કરવાની યોજના છે. આલિયા ભટ્ટની આગામી ફિલ્મ આલ્ફા ત્રીજી જુલાઇએ થિયેટર્સમાં રજૂ થવાની છે.એ પછી તેની લવ એન્ડ વોર આવશે જેનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. તેમાં પણ જાે આલિયા ભટ્ટ કલ્કિમાં દેખાશે તો તેની સ્ટારવેલ્યુમાં વધારો થશે એ નક્કી છે.





