લોંગ માર્ચ-૧૦એ રોકેટ સ્પેસમાંથી સમુદ્રમાંથી ઉતાર્યું ચીને લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો ૧૪ ટન વજનની ક્ષમતા ધરાવતા લોંગ માર્ચ-૧૦એ રોકેટને રિકવર કરી શકાતું હોવાથી લોંચની કોસ્ટ ઘટાડી શકાશે ચીને સ્પેસ ટેકનોલોજીમાં એક નવો કીર્તિમાન રચ્યો છે. લોંગ માર્ચ-૧૦એ રોકેટ પહેલા સ્ટેજમાં સમુદ્રમાં નેટ રિકવર થયું છે. તેનો અર્થ એ કે રોકેટ લોંચ થયા પછી આખેઆખું રોકેટ ફરીથી મેળવી શકાયું છે. તેના કારણે ભવિષ્યમાં લોચિંગનો ખર્ચ ઘટાડી શકાશે. રોકેટ સંપૂર્ણ રીતે રિકવર થયું હોય એવું દુનિયામાં પહેલી વખત બન્યું છે.રિયુઝેબલ રોકેટનો અર્થ એવો થાય કે મોંઘા બૂસ્ટરને દરેક વખતે બનાવવાને બદલે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તેનાથી વારંવાર બૂસ્ટર રોકેટ બનાવવાની જરૂર પડતી નથી ને વળી લોંચની કોસ્ટ પણ ઓછી થઈ જાય છે. આવું દુનિયામાં અત્યાર સુધી એકેય રોકેટની બાબતમાં બન્યું નથી, પરંતુ ચીને લોંગ માર્ચ-૧૦એ નામનું રોકેટ ફરીથી રિકવર કરીને ઈતિહાસ રચ્યો છે. સ્પેસ ટેકનોલોજીની વાત આવશે ત્યારે હવે આ રોકેટનો પણ ઉલ્લેખ થશે. સ્પેસમાં વર્ષાેથી આગળ પડતું નામ ધરાવતા અમેરિકા કે રશિયા જેવા દેશો પણ આ ટેકનોલોજી વિકસાવી શક્યા નથી.ચીને પ્રથમ તબક્કાના પરીક્ષણમાં આ રોકેટ સંપૂર્ણ રીતે રિકવર કર્યું છે. એટલે કે રોકેટથી લોંચ થયા બાદ પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ અલગ થયા પછી બૂસ્ટર રોકેટ નિયંત્રિત રીતે સમુદ્રમાં બનાવેલા રિકવરી પ્લેટફોર્મમાં આવી ગયું હતું.ચીન આ રોકેટથી ચંદ્ર પર પહોંચવા માંગે છે. તેના ભાગરૂપે લોચિંગ કોસ્ટ ઘટાડવા ચીને રિયુઝેબલ રોકેટ પ્રોગ્રામ શરૂ કર્યાે હતો. એમાં આ પહેલી સફળતા મળી હોવાનું ચીનના સાયન્ટિસ્ટ્સે જણાવ્યું હતું. ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પાેરેશને જણાવ્યું હતું કે આ રોકેટે ઉડાન ભર્યા પછી લગભગ છ મિનિટે પહેલું અને બીજું સ્ટેજ પાર થયું હતું. એ પછી બૂસ્ટર નિયંત્રિત રીતે નીચે આવી ગયું હતું.સ્પેસએક્સ જેવી કંપનીઓ ડ્રોન શિપનો ઉપયોગ કરે છે. પરંતુ ચીને નેટ સિસ્ટમનો ઉપયોગ કર્યાે છે. તેનાથી રોકેટને ખૂબ જ ઓછું નુકસાન થાય છે. ડ્રોન શિપમાં રોકેટ આવે ત્યારે તેના કેટલાક ભાગોને નુકસાન થાય છે. જ્યારે નેટ પદ્ધતિથી રિકવરી આસાન થઈ જાય છે.





