૨૦ વર્ષ પછી કોમેડી ફિલ્મની સીકવલ બનશે ખોસલા કા ઘોસલાની સીકવલમાં દિવ્યા ખોસલાની પણ એન્ટ્રી ફિલ્મની પટકથા રાજેશ ચાવલા, શ્રેયા શ્રીવાસ્તવ અને વૈભવ સુમન દ્વારા લખવામાં આવી છે જ્યારે ફિલ્મનું ર્નિદેશન પ્રશાંત ભાગિયા કરશે
૨૦૦૬માં રજૂ થયેલી હીટ કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સીકવલમાં દિવ્યા ખોસલા પણ કામ કરી રહી હોવાની જાહેરાત કરાઈ છે. ‘ખોસલા કા ઘોસલા ટુ’ ૨૮ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.ખોસલા કા ઘોસલાની ઓરિજિનલ કાસ્ટમાંથી અનુપમ ખેર, બમન ઇરાની, રણવીર શૌરી, પરવીન ડબાસ, તારા શર્મા અને કિરણ જુનેજાને રીપિટ કરવામાં આવશે જ્યારે જે નવા ચહેરાઓને સિકવલમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં રવિ કિશન, નિશાંત વર્મા, કંગન બરૂઆ નાંગિયા અને દાનિશ ઇકબાલનો સમાવેશ થાય છે. તાજેતરમાં ‘ધુરંધર’ ફિલ્મમાં દાઉદની ભૂમિકા ભજવનાર દાનિશ ઇકબાલની ઘોસલામાં એન્ટ્રી રસપ્રદ છે. ફિલ્મની પટકથા રાજેશ ચાવલા, શ્રેયા શ્રીવાસ્તવ અને વૈભવ સુમન દ્વારા લખવામાં આવી છે જ્યારે ફિલ્મનું ર્નિદેશન પ્રશાંત ભાગિયા કરશે.





