યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દિલ્હીના જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નારેબાજી ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે હવે કાયદાકીય સકંજાે કસાયો છે. વાયરલ વીડિયોના આધારે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.દિલ્હીમાં ૨૩ જુલાઈના રોજ CJP ના નેજા હેઠળ યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. આ પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દેશના વડાપ્રધાન વિરુદ્ધ જાહેર મંચ પરથી આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી જાેવા મળી હતી. આ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ ભારે વિરોધ જાેવા મળ્યો હતો.ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ સ્મૃતિ સિંહે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, યુવતીનું આ કૃત્ય માત્ર એક વ્યક્તિગત ટિપ્પણી નથી, પરંતુ દેશના સર્વાેચ્ચ બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે.આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૫૨, ૩૫૩(૧) અને ૩૫૬(૧) હેઠળ ગુનો દાખલ કર્યાે છે. આ ઘટના જંતર-મંતર વિસ્તારની હોવાથી સમગ્ર કેસની તપાસ દિલ્હી પોલીસના સંસદ માર્ગ પોલીસ મથકને સોંપવામાં આવી છે.મળતી માહિતી મુજબ, આરોપી યુવતી મૂળ ફરીદાબાદની રહેવાસી છે અને બ્યૂટી પાર્લર ચલાવે છે. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં નોઈડામાં એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. જાેકે, ઘટના બાદથી યુવતી અને તેના પરિવારજનો પોતાના નિવાસસ્થાનેથી ગાયબ છે. દિલ્હી પોલીસ હાલ તેમની શોધખોળ કરી રહી છે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.





