મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬ માં મોના અગ્રવાલે ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો : શૂટિંગમાં મેડલ જીત્યો છે એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬ માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં મોના અગ્રવાલે જબરદસ્ત વાપસી કરતા ગોલ્ડ મેડલ જીત્યો. મોનાએ ફાઇનલમાં ૨૫૦ નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય શૂટર મોના અગ્રવાલ અને અવની લેખરાએ પેરા એશિયન ગેમ્સમાં ભારતને પહેલા દિવસે સોમવારે ૨ મેડલ અપાવ્યા. ઇ૨ વિમેન્સ ૧૦ મીટર રાઇફલ શૂટિંગની SH1 કેટેગરીમાં મોનાએ ગોલ્ડ અને અવનીએ સિલ્વર જીત્યો. SH1 કેટેગરીમાં શરીરના નીચેના અંગોમાં દિવ્યાંગતા ધરાવતા શૂટર્સ ભાગ લે છે.
આ પહેલા મોના અગ્રવાલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોપ પર રહી હતી. તેણે ક્વોલિફિકેશનમાં ૬૨૯.૧ નો સ્કોર કરીને એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવી દીધો હતો. ત્યાં જ ક્વોલિફિકેશનમાં અવની લેખરા બીજા સ્થાને રહી હતી. ભારતીય શૂટર્સે ક્વોલિફિકેશનવાળું પ્રદર્શન ફાઇનલમાં પણ દોહરાવ્યું અને ગોલ્ડની સાથે સાથે સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યો.
મોના અગ્રવાલ માટે આ ગોલ્ડ મેડલ ઐતિહાસિક છે, કારણ કે સ્ટેજ ૨ સીરીઝ ૨ પછી તે પાંચમા સ્થાને ચાલી રહી હતી. ત્યાં જ અવની લેખરા શરૂઆતથી જ સરસ લયમાં ચાલી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક શૂટ્સમાં મોના અગ્રવાલે અવિશ્વસનીય પ્રદર્શન કરતા ૨૫૦ નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો. મોના અને અવની, બંનેએ ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધું છે.
એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬ માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનારી મોના અગ્રવાલનો જન્મ રાજસ્થાનના સીકરમાં થયો હતો. તેમને માત્ર ૯ મહિનાની ઉંમરે પોલિયોએ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આણે તેમના બંને પગ પર અસર કરી હતી. પેરા શૂટિંગમાં આવ્યા પહેલા મોનાએ પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ અને વિમેન્સ સિટિંગ વોલીબોલમાં પણ હાથ અજમાવ્યા હતા. મોના અગ્રવાલ ૨૦૨૪ પેરાલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ રહી હતી અને આ જ વર્ષે પેરા શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને આવી છે. બીજી તરફ અવની લેખરા ૨૦૨૦ ટોક્યો અને ૨૦૨૪ પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી હતી. ઓલિમ્પિક ચેમ્પિયન અવનીને આ વખતે પોતાની જ દેશની શૂટરના હાથે હાર સહન કરવી પડી.




