‘બબીતાજી’ ઉર્ફે મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જાેઈએ : મુનમુન ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની ગ્લેમરસ એક્ટ્રેસ ‘બબીતાજી’-મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું કેટલું મુશ્કેલ છે એના અંગે દિલ ખોલીને વાત કરી હતી. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના સન્માન અને કામ મળવાની બાબતમાં કેટલીક તરફેણ અંગે તેમણે વિગતવાર વાત કહી છે. મુનમુન દત્તાનું કહેવું છે કે, આ કોઈ એક પ્રોડક્શન કે યુનિટની વાત નથી. ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી. મહિલાઓને એટલી કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી જેટલી એ ખરેખર ઈચ્છતી હોય છે કે, ડીઝર્વ કરતી હોય છે. હકીકત એવી પણ છે કે, મુનમુનને ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’થી આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. ઓફસ્ક્રિન પર તેઓ બબીતાજી નામથી જાણીતી છે. લાંબા સમય સુધી તે ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ શૉમાં ટકી રહી છે. પોતાના શૉ અને અસાઈમેન્ટમાં પૂરતું ધ્યાન આપતી મુનમુન દત્તાએ મહિલાઓને કામ મળવાને લઈને ઈન્ડસ્ટ્રીની કેટલીક વાત કહી છે.મુનમુનનું એવું કહેવું છે કે, જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જાેઈએ. તાજેતરમાં જ શૉના ૧૮ વર્ષ પૂરા થતા મુનમુને પોતાની સાથે રહેલી કૉ-સ્ટાર અંગે વાત કરી હતી. પોતાની કૉ-સ્ટારના વખાણ પણ કર્યા હતા. એમની ટેલેન્ટ, કમિન્ટમેન્ટ અને પ્રોફેશનાલિઝમની એક અલગ જ વાત કરી હતી. મુનમુને કહ્યું કે, અન્ય મહિલાઓની તુલનામાં મેં ક્યારેક મારી જાતને એક કોમ્પિટીટર તરીકે જાેઈ નથી.હું યુવતીઓને સાથ આપનારી એક એવી યુવતી છું જે જુના જમાનામાં પણ હતી. તમે મને મજબૂત ફેમિનિસ્ટ કહી શકો છો. હું એવું માનું છું કે, જાે ખરેખર આગળ વધવું હોય તો સૌને સાથે લઈને આગળ વધવું જાેઈએ. મને અહીંયા કોઈની પણ સાથે કોઈ દિવસ અસહજ મહેસૂસ થયું નથી અને કોઈ ઈનસિક્યોરિટી પણ ફીલ થઈ નથી. મુનમુને શૉના જૂના અને નવા બન્ને કલાકારોના દિલથી વખાણ કર્યા હતા. શૉની સફળતામાં એ તમામ કલાકારોનો પણ સાથ હતો અને મોટું યોગદાન હતું. અમારી ટીમમાં કેટલાક બેસ્ટ સભ્યો તાજેતરમાં આવ્યા છે. એમની પણ બેસ્ટ રીતે એન્ટ્રી થઈ છે. તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. દરેક પોતાની રીતે શાનદાર કામ કરે છે. શૉની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને મળતો નથી. પણ ઘણી એવી વસ્તુઓ હોય છે તમને ખાસ બનાવી જાય છે. હું ઘણી શાનદાર ગણાતી મહિલાઓ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું.





