મિલાપ ઝવેરીની સતત બીજી ફિલ્મ નિષ્ફળ તેરા યાર હું મૈને એક સપ્તાહમાં ફક્ત ૪૯ લાખની કમાણી ફિલ્મને પહેલાં દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૦ લાખ,ત્રીજા દિવસે ૧૨ લાખ અને તે પછી ચોથાથી સાતમા દિવસ દરમ્યાન કુલ ૧૨ લાખની કમાણી થઇ હતી
બોલીવૂડમાં એક ઓર નેપોકિડની ફિલ્મ ફલોપ નીવડી છે. જાણીતાં ર્નિદેશક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર અને આકાંક્ષા શર્માની જાેડીને ચમકાવતી તેમની પહેલી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ બોક્સ ઓફિસ પર પહેલાં સાત દિવસમાં કુલ ૪૯ લાખ રૂપિયા જ રળી શકી હતી.ફિલ્મને પહેલાં દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૦ લાખ,ત્રીજા દિવસે ૧૨ લાખ અને તે પછી ચોથાથી સાતમા દિવસ દરમ્યાન કુલ ૧૨ લાખની કમાણી થઇ હતી. આમ પ્રથમ સાત દિવસમાં ફિલ્મને કુલ ૪૯ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.ફિલ્મના પ્રમોશન દરમ્યાન ર્નિદેશક મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે અમન નાનો બાળક હતો ત્યારથી હું તેને ઓળખું છું. આજે તેને એક્ટર બનેલો જાેઇ મને આનંદ થાય છે. મિલાપ ઝવેરીની આ પૂર્વે રીલિઝ થયેલી ફિલ્મ ‘મસ્તી ફોર’ પણ નિષ્ફળ ગણાવાઇ હતી.





