મોદીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી
દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તિરંગો દેશના ગર્વ અને ગૌરવનું પ્રતીક છે અને તે આપણને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપે છે.‘
PM મોદીએ રવિવાર, ૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું, “આપણો તિરંગો આપણા ગર્વ અને ગૌરવનું પ્રતીક છે અને તે આપણને હંમેશા દેશ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ સંપૂર્ણ ઉત્સાહ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈએ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપવાના સામૂહિક સંકલ્પને પુનરાવર્તિત કરીએ.”
PM મોદીએ આ વર્ષની પહેલને ખાસ ગણાવતા કહ્યું કે, આ અભિયાન ‘વંદે માતરમ’ને સમર્પિત છે. તેમણે કહ્યું, “આ વર્ષે આ પ્રયાસ વંદે માતરમને સમર્પિત છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.” આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે.





