એક્ટ્રેસને ડોકની સર્જરી કરાવી પડી કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન સાઉથ એક્ટ્રેસ શકીલાની સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે સર્જરી કરાવવી પડી સાઉથ એક્ટ્રેસ શકીલા પર હદથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે તેમને સર્જરી કરાવવી પડી. આપને જણાવી દઈએ કે, શકીલા તમિલ, તેલુગૂ અને મલયાલમ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ફિલ્મો સાથે સાથે રાજકારણમાં પણ કામ કર્યું છે. એક સમય હતો જ્યારે તેમણે સેમી પોર્ન ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી.
યૂટ્યૂબ પર એક્ટ્રેસ શકીલાએ એક વ્લોગ પોસ્ટ કરી છે. જ્યાં તેમણે જણાવ્યું કે, હાલમાં જ તેમની ડોકની સર્જરી થઈ છે. ૩ લાખનો ખર્ચો પણ કર્યો. આ સેમ મોબાઈલ, ગેમ અને વીડિયો જાેવાનું એડિક્શનથી થયું છે. તેની સાથે જ તેમણે તમામ વાલીઓને પણ સચેત કર્યા છે કે તેઓ પોતાના બાળકોનું ધ્યાન રાખે.
વ્લોગમાં એક્ટ્રેસ ચેન્નઈની મેડવે હોસ્પિટલમાં દેખાઈ હતી. જ્યાં તેના ગળાની સર્જરી થઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેમણે નેક પર કોલર લગાવ્યો હતો. તેમણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે, તે એક પડખે લાંબા સમય સુધી ગેમ રમતી હતી અને વીડિયો જાેતી હતી. આ બધું જ આ ઓપરેશનનું મૂળ બની ગયું છે. તેમની ડોકમાં તકલીફ થવા લાગી અને પછી સર્જરી કરવી પડી. તેના વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું મારા બેડ પર કલાકો સુધી સૂઈને ગેમ રમતી હતી. ચાર કલાક સુધી હલતી પણ નહોતી. ખાલી ચા અથવા કોફી માટે ઉઠતી હતી. પછી પાછી આવીને ગેમ રમવા લાગતી. પછી કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ-યૂટ્યૂબ પર રીલ જાેતી હતી. ખોટા પોસ્ચર અને ફોન ઉપયોગ કરવો મારી ડોકની નસો પર અસર પડી અને સર્જરીનો વારો આવ્યો. સી. શકીલા ચેન્નઈની રહેવાસી છે. એક સમય હતો જ્યારે પરિવારમાં આર્થિક તકલીફના કારણે તેને સ્કૂલ છોડવી પડી અને ફિલ્મોમાં મોડલિંગમાં કામ કરવા લાગી. વર્ષ ૧૯૯૫માં તેણે સિલ્ક સ્મિતાની તમિલ ફિલ્મ પ્લેગર્લ્સ સાથે ડેબ્યૂ કર્યું. આગળ જતાં તેણે કિન્નર થુંબિકલ ફિલ્મ કરી અને તે પોપ્યુલર થઈ ગઈ. તે નાના બજેટની એડલ્ટ ફિલ્મો કરીને ફેમસ થઈ. એક સમય એવો પણ આવ્યો જ્યારે તેની ફિલ્મોને નેપાળી, ચીની અને સિંહલી ભાષામાં પણ ડબ કરવામાં આવતી હતી. એડલ્ટ ફિલ્મોની સ્ટાર રહેલી શકીલા પર ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં ઋચા ચઢ્ઢાએ લીડ રોલ પ્લે કર્યો હતો.





