બોલિવૂડ સ્ટારે ડ્રિંક પીવડાવી કિસ કર્યાનો આરોપ! ‘તારક મહેતા કા ઉલ્ટા…’ શૉની અભિનેત્રી સાથે બળજબરી? ઇન્ડસ્ટ્રીમાં લોકો તેના ઓન-સ્ક્રીન કામને જાેઈને તેને રિયલ લાઈફમાં પણ જજ કરે છે : એક્ટ્રેસ નેહલ વડોલિયા
એક્ટ્રેસ નેહલ વડોલિયા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ભૂતકાળમાં લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાજીની મિત્ર ‘નેહા’ નો રોલ કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી આજે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ ઇમેજ માટે જાણીતી છે. તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં નેહલે મનોરંજન ઇન્ડસ્ટ્રીની કાળી સચ્ચાઈ અને એક લોકપ્રિય વ્યક્તિની ગંદી હરકતોનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે.લોકોની ખોટી માનસિકતા: નેહલે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેના ઓન-સ્ક્રીન કામને જાેઈને તેને રિયલ લાઈફમાં પણ જજ કરે છે. લોકો એવું માની લે છે કે તે જે કંઈ રીલ કે કેમેરા સામે કરે છે, તે વાસ્તવિક જીવનમાં પણ તેવું જ વર્તન કરશે, અને તેને ખોટી નજરે જુએ છે.‘ચશ્મા અને મફલરવાળા સર’ નું આમંત્રણ: નેહલે નામ લીધા વિના એક અત્યંત જાણીતી અને પ્રતિષ્ઠિત વ્યક્તિનો ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “ઇન્ડસ્ટ્રીમાં એક ‘ચશ્મા અને મફલરવાળા સર’ છે. હું તેમના મેનેજરની પાર્ટીમાં ગઈ હતી, ત્યારબાદ તેમણે મને પોતાના ઘરે આમંત્રિત કરી હતી.”બાલકનીમાં લઈ જઈને કરી અજીબ વાતો: “જ્યારે હું તેમના ઘરે ગઈ ત્યારે તેમણે મને ડ્રિંક આપ્યું. ત્યારબાદ મુંબઈ બતાવવાના બહાને તેઓ મને બાલકનીમાં લઈ ગયા. ત્યાં તેઓ મારી સ્માઈલ અને મારા કામના વખાણ કરવા લાગ્યા. એક આધેડ ઉંમરના માણસના મોઢે આવી વાતો સાંભળીને હું દંગ રહી ગઈ હતી.”બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ: નેહલે જણાવ્યું કે, “લોકોની નજરમાં તેમની ખૂબ જ ઇજ્જત છે, તેથી એક પળ માટે તો મને તેમની વાતો પર વિશ્વાસ જ ન આવ્યો. મારો ટાર્ગેટ ત્યાંથી કોઈ પણ રીતે બચવાની નીકળવાનો હતો. હું ત્યાંથી ભાગું તે પહેલાં જ તેમણે મને હોઠ પર કિસ કરવાનો પ્રયાસ કર્યાે. મેં તરત જ મારો ગાલ આગળ કરી દીધો, જેથી તેમનું થૂંક મારા ગાલ પર લાગ્યું અને હું માંડ ત્યાંથી બચીને નીકળી શકી.”બોલ્ડ ઇન્ડસ્ટ્રીને કહી દીધું છે અલવિદા: આપને જણાવી દઈએ કે, નેહલ હવે બોલ્ડ કન્ટેન્ટ વાળી ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે છોડી ચૂકી છે. હાલમાં તે ઇન્સ્ટાગ્રામ અને પોતાની એક પર્સનલ એપ દ્વારા કમાણી કરે છે. આ એપ પર તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે અને ફેન્સ સાથે વાતચીત કરવા માટે ચાર્જ વસૂલે છે.





