‘બાર્બી’એ વિશ્વભરમાં ૧.૪ બિલિયન ડૉલરની કમાણી કરી હતી ‘Barbie 2’નું ભવિષ્ય અનિશ્ચિત, વોર્નર બ્રધર્સ અને સર્જકો પાસે બજેટની કમી રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી
૨૦૨૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાર્બી’ની સિક્વલ બનશે કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે. ફિલ્મનાં સંભવિત બીજા ભાગને લઈને વોર્નર બ્રધર્સ અને ફિલ્મની ક્રિએટિવ ટીમ વચ્ચે વળતરની રકમને લઈને વાટાઘાટો અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ નહીં સુધરે તો પ્રોજેક્ટને હાલ પુરતો પડતો મુકવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો અનુસાર, ફિલ્મનાં ડિરેક્ટર ગ્રેટા ગર્વિગ, સહ-લેખક નોઆ બોમ્બાક, લીડ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર માર્ગાેટ રોબી તથા લીડ એક્ટર રાયન ગોસ્લિંગ સંભવિત સિક્વલ માટે પરત ફરવા તૈયાર છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘બાર્બી’એ વિશ્વભરમાં ૧.૪ બિલિયન ડૉલરની કમાણી કરી હતી અને મહિલા દિગ્દર્શક દ્વારા બનાવવામાં આવેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.હવેના અહેવાલો મુજબ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વોર્નર બ્રધર્સે ફિલ્મની ક્રિએટિવ ટીમને સિક્વલ માટે છથી વધુ ઓફર આપી છે, પરંતુ તમામ ઓફર નકારી દેવામાં આવી છે.આ વસંત ઋતુનાં અંતમાં સ્ટુડિયોએ આપેલી તાજેતરની ઓફરને સ્ટુડિયો સાથે સંકળાયેલા એક સુત્રએ અત્યાર સુધીની કોઈ ફિલ્મી ટીમને આપવામાં આવેલી સૌથી મોટી ઓફર ગણાવી છે. એક અન્ય સુત્રએ તો તેને “જીવન બદલી નાખે એટલી રકમ” ગણાવી હતી.જાેકે, ડીલ સાથે સંકળાયેલા અન્ય એક સુત્રે આ દાવા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે સમગ્ર પેકેજ ઐતિહાસિક હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિને મળનારી વ્યક્તિગત રકમ એટલી મોટી ન પણ હોય. ફિલ્મની ક્રિએટિવ ટીમ વધુ મોટી અપળન્ટ ફી અને બેક-એન્ડ પ્રોફિટમાં વધુ હિસ્સો માગી રહી હોવાનું કહેવાય છે.રિપોર્ટ મુજબ, રાયન ગોસ્લિંગે કેનના પોતાના ઓસ્કર-નોમિનેટેડ પાત્રને ફરી ભજવવા માટે ૨૦ મિલિયન ડૉલરની માગણી કરી છે. ‘બાર્બી ૨’ માટેની વાટાઘાટોને વધુ જટિલ બનાવતી બાબત એ છે કે મૂળ ફિલ્મના કરારમાં સિક્વલ બનાવવાની કોઈ ફરજિયાત જાેગવાઈ નહોતી. તેથી ફિલ્મની ક્રિએટિવ ટીમ પાસે વધુ સારા કરાર માટે વાટાઘાટ કરવાની મજબુત સ્થિતિ છે.આ અહેવાલો અનુસાર, ગ્રેટા ગર્વિગ અને નોઆ બોમ્બાક પાસે સિક્વલ માટે એક આઇડિયા પણ છે, પરંતુ કરાર નક્કી ન થાય ત્યાં સુધી તેઓ તેની વિગતો જાહેર કરવા તૈયાર નથી. વોર્નર બ્રધર સ્ટુડિયો માટે હવે સમય પણ મહત્વનો બની ગયો છે. વોર્નર બ્રધર્સ પાસે ૨૦૨૬ના અંત પહેલાં વધુ એક ‘બાર્બી’ ફિલ્મને એક્ટિવ ડેવલપમેન્ટમાં મુકવા માટે માત્ર ચાર મહિના જેટલો સમય હોવાનું કહેવાય છે.





