ઘૂંટણમાં વાગતાં હોસ્પિટલમાં દાખલ શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાર્તિક આર્યન કબીર ખાનની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના મુંબઈમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જાણીતા ડિરેક્ટર કબીર ખાનની આગામી અનટાઈટલ્ડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મુંબઈમાં ફિલ્મના શૂટિંગના અંતિમ તબક્કા દરમિયાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે, જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે હતું અને છેલ્લા ૨ દિવસ માટે મહત્ત્વપૂર્ણ એક્શન દૃશ્યો શૂટ કરવાના બાકી રાખવામાં આવ્યા હતા. કાર્તિક આ ખાસ સીન માટે એક્શન કોચ સાથે સઘન ટ્રેનિંગ લઈ રહ્યો હતો. જાેકે, એક્શન સીનના શૂટિંગ દરમિયાન અચાનક તેના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજા બાદ કાર્તિકને તાત્કાલિક મુંબઈની ફોર્ટિસ રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રોડક્શન સાથે જાેડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરો આગામી ૧થી ૨ દિવસમાં તેના ઘૂંટણની સર્જરી કરશે. સર્જરી બાદ કાર્તિકને સંપૂર્ણપણે સાજા થવા માટે થોડા દિવસો આરામ કરવાની સલાહ આપવામાં આવશે, ત્યારબાદ જ તે શૂટિંગના સેટ પર પરત ફરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કબીર ખાન અને કાર્તિક આર્યનની સાથે આ બીજી ફિલ્મ છે. આ અગાઉ બંનેએ સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન‘માં સાથે કામ કર્યું હતું. ‘ચંદુ ચેમ્પિયન‘માં શાનદાર અભિનય માટે કાર્તિક આર્યને તાજેતરમાં બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યો છે. આ સફળતા બાદ તેણે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે.
કાર્તિક આર્યનની આગામી ફિલ્મો
કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ઉપરાંત કાર્તિક આર્યન પાસે અન્ય મોટા પ્રોજેક્ટ્સ પણ લાઈનઅપમાં છે:
નાગઝિલા: કરણ જાેહર દ્વારા નિર્મિત અને મૃગદીપ સિંહ લાંબા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘નાગઝિલા‘માં તે જાેવા મળશે.
કેપ્ટન ઇન્ડિયા: આ ફિલ્મમાં કાર્તિક એક પાઇલટની મુખ્ય ભૂમિકા ભજવતો નજરે પડશે.
સર્જરી અને રિકવરી બ્રેક બાદ કાર્તિક આ તમામ ફિલ્મોનું બાકીનું કામ પૂર્ણ કરવા સેટ પર વાપસી કરશે.