રિયલ એસ્ટેટમાં બિગ બીનો મોટો ધમાકો પ્રોપર્ટી ભાડે આપીને બિગ બી દર મહિને કમાશે ૩૩ લાખ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ ફાઈનલ કરી છે
અભિનેતા અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ કરી છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડેટા આપનાર પ્લેટફર્મ ઝૈપકી (Zapkey ) ના દસ્તાવેજ પ્રમાણે તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત સિગ્નેચર બિલ્ડિંગના ૩ ફ્લોર્સ લીઝ પર આપ્યા છે. તેનો ટોટલ કાર્પેટ એરિયા લગભગ ૮૪૨૮ સ્ક્વેર ફૂટ છે.
ન્યૂટ્રિશન બ્રાન્ડ TruNativ F&B Private Limited આ જગ્યા માટે દર મહિને ૩૩ લાખ રૂપિયાનું ભાડું ચુકવશે. આ લીઝ એગ્રીમેન્ટ ૫ વર્ષ માટે છે. તેનાથી બચ્ચન પરિવારને કુલ ૨૧.૮૮ કરોડ રૂપિયાનું રેવેન્યુ મળશે.
એગ્રીમેન્ટ અનુસાર TruNativ એ ૧.૯૮ કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરે છે. આ લીઝ એગ્રીમેન્ટમાં વર્ષમાં એક વખત ભાડું વધારવાનો પણ ઉલ્લેખ છે, જે હેઠળ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે માસિક ભાડું ૫ ટકા વધશે. આ રેન્ટ એગ્રીમેન્ટ ૭ ઓગસ્ટે થયો છે, પરંતુ ભાડું ૧૫ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ માનવામાં આવશે. કંપનીમાં કામ કરનાર લોકો માટે બિલ્ડિંગમાં એક ખાસ પાર્કિંગ અલગથી આપવામાં આવ્યું છે, જ્યાં ૯ ગાડીઓ રાખી શકાય છે.
અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં કોમર્શિયલ પ્રોપર્ટીઝમાં રોકાણ વધારી રહ્યાં છે. વર્ષ ૨૦૨૩મા તેમણે વોર્નર મ્યૂઝિક પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીને મુંબઈના લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં પોતાની ૪ ઓફિસ ભાડે આપી હતી. આ ડીલ માર્ચ ૨૦૨૪મા ફાઈનલ થઈ, જે માટે તેમને દર મહિને ૧૭.૩૦ લાખ રૂપિયાનું ભાડું મળી રહ્યું છે. આ પ્રોપર્ટીમાં પણ કંપની માટે ૧૨ પાર્કિંગ સ્પેસની અલગથી સુવિધા આપવામાં આવી રહી છે.
અમિતાભ બચ્ચને રામ નગરી અયોધ્યામાં ૨.૬૭ એકરની જમીન પણ ૩૫ કરોડ રૂપિયામાં ખરીદી છે, જે શહેરના તિરૂહા માઝા વિસ્તારમાં સ્થિત છે. આ સોદો મુંબઈના જાણીતા ડેવલોપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે થયો છે. આ જમીન સરયૂ નદીના કિનારે બની રહેલા ૭૫ એકરના લક્ઝરી પ્રોજેક્ટ એ ની નજીક છે. રામ મંદિરથી તેનું અંતર માત્ર ૧૫-૨૦ મિનિટનું છે.





