(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
મહારાષ્ટ્ર મુંબઈ ના FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) કમિશનર તુકારામ મુંઢે ના આદેશ મુજબ મહારાષ્ટ્રમાં હવે દુકાનદાર મોટા ડબ્બા, ટાંકી અથવા કન્ટેનર માંથી તેલ કાઢીને ગ્રાહકો ને તેની જરૂરિયાત હિસાબે આપી શકશે નહીં, એટલે કે સરળ ભાષામાં કહીએ તો હવે ગ્રાહકોને છૂટક તેલ મળશે નહીં. એનો અર્થ કે અડધો લીટર, એક લીટર અથવા જેટલું ગ્રાહક માંગશે એટલું લુઝ (ખુલ્લું) વેચવાની રીત બંધ થશે.
સરકારે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રની કૂટલીય દુકાનો પર ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટના હિસાબથી છૂટક તેલ ખરીદતા હતા. દુકાનદાર મોટા ડબ્બામાંથી તેલ કાઢીને ગ્રાહકોને પોતાની જરૂરિયાત ના હિસાબે અને ખુલ્લું તેલ ખરીદતા હતા. કોઈને અડધો લીટર જોઇએ તો અડધો લીટર, કોઈને એક લીટર જોઇએ તો એક લીટર. ખાસ કરીને ઓછી માત્રામાં તેલ ખરીદનારા ગ્રાહકો માટે આ રીત સુવિધાજનક હતી.
હવે આવેલા નવા નિર્ણય બાદ આ વ્યવસ્થા પર રોક લાગી જશે, એટલે કે બદલાવની સ્થિતિ તેલ ખરીદવામાં નહીં પણ તેલ વેચવાની રીતમાં જોવા મળશે. આ નિર્ણયને કારણે ગ્રાહકોને બજારમાં મળતું ખાદ્ય તેલ હવે પેકિંગમાં જ ખરીદવું પડશે. એનો અર્થ દુકાન પર જઇને મોટા ડબ્બામાંથી તેલ કાઢવાની જગ્યાએ પેક્ કરેલું તેલ લેવું પડશે.
જ્યારે ગ્રાહક તેલ ખરીદશે ત્યારે એ સમયે પેકેટ અથવા બોટલ પર લખેલી જાણકારી જરૂરથી જોવીજોઈએ. તેમાં કંપનીનું નામ, તેલની માત્રા અને પેકિંગ સાથે જોડાયેલી બીજી જાણકારી પણ મળી જશે. એટલે કે હવે ગ્રાહકો માટે ખુલ્લા તેલની જગ્યાએ પેકિંગ જોઇ ખરીદી કરવી વધારે જરૂરી થઇ જશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દુકાનોમાં પહેલાંથી જે સ્ટોક ખુલ્લામાં રાખેલો છે, તેનું શું થશે?





