(છગનલાલ મેવાડા દ્વારા)
રાજસ્થાનના અલવરમાં એક ટ્રક-ડ્રાઇવરે ચાલતી ટ્રકની બહાર નીકળીને સ્ટન્ટ કરતાં રોડ પર આવતા જતાં સહુ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. અને ખાસ નવાઈની વાત એ હતી કે પોતે જ ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે પહેલાં ટ્રકની સ્પીડ ધીમી પાડી અને પછી દરવાજો ખોલીને તે છત પર ચઢી ગયો હતો ચાલતી ટ્રકની છત પર તે ડાન્સ કરવા લાગ્યો હતો.
જ્યારે આ સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે રોડ પર ખાસ્સા વાહનોની અવરજવર હતી. થોડીક ક્ષણો ડાન્સ કરીને તે પાછો નીચે ઉતરીને ખુલ્લા દરવાજામાંથી પોતાની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો હતો. એ પછી થોડીવાર પછી તેણે ફરી બહાર નીકળીને ટ્રકના દરવાજે લટકીને સ્ટન્ટ્સ કર્યા હતા. આ વિડિયો વાઇરલ થતાં અલવરની ટ્રાફિક પોલીસ કામે લાગી ગઈ હતી. વિડિયોમાં આખી ટ્રકની નંબર-પ્લેટ દેખાય છે. એ નંબરના આધારે પોલીસ ડ્રાઇવરને શોધવાની કોશિશ કરી રહી છે. બોલો છે ને નમૂનાઓ!





