રિલીઝ પહેલાં જ Toxic નો દબદબો ફિલ્મ Toxic એ એડવાન્સ બુકિંગમાં કરી છપ્પરફાડ કમાણી ૮ કલાકમાં ૯૧ હજારથી વધારે ટિકિટ વેચાઈ યશ સ્ટારર ફિલ્મ ટોક્સિક તેની રિલીઝને લઈને ચર્ચામાં છે. ટોક્સિકનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. મૂવીએ પહેલા દિવસે જ સારી શરૂઆત કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાંની સાથે જ લોકો ધડાધડ ટિકિટ્સ ખરીદી રહ્યાં છે, જેની સીધી અસર બોક્સ ઓફિસ પર જાેવા મળી રહી છે. તો જાણો ટોક્સિક મૂવીએ એડવાન્સ બુકિંગમાં કેટલી કમાણી કરી.
ટોક્સિકનું એડવાન્સ બુકિંગ આજે એટલે કે શુક્રવારનાં રોજ સવારે ૮ વાગે શરૂ થઈ ગયું છે. ફિલ્મે સાંજનાં ૫ વાગ્યા સુધીમાં બમ્પર કમાણી કરી છે.
સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ફિલ્મે ૮-૯ કલાકમાં જ ૯૧ હજારથી વધારે ટિકિટ વેચી દીધી છે. અત્યાર સુધીમાં ૯૧૩૦૧ ટિકિટ વેચાઈ ગઈ છે અને ફિલ્મને અત્યાર સુધીમાં ૫૩૬૦ શો મળ્યાં છે.
આમ, જાે ટોક્સિકનાં એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો સૈકનિલ્ક અનુસાર ફિલ્મે ૪.૩૬ કરોડનો બિઝનેસ સાંજનાં ૫ વાગ્યા સુધીમાં કરી લીધો છે. આ સાથે બ્લોક સીટ સાથે આ આંકડો ૯.૪૭ કરોડ થઈ ગયો છે. આમ, વાત કરવામાં આવે તો ફિલ્મ એડવાન્સ બુકિંગમાં છપ્પરફાડ કમાણી કરી રહી છે. લોકો આ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે.





