આ ઘટનાથી પૂરાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી સલમાન ખાનની માલિકીનાં જિમમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી ફાયરની ટીમે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિટનેસ બ્રાન્ડ સાથે સંકળાયેલા એક જિમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાઉથ દિલ્હીનાં પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશ-૧માં ગુરુવારનાં રોજ રાત્રે બની છે. જિમમાં આગ લાગ્યા પછી લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જાે કે ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ કારણો મોટી દુર્ઘટના ટળી છે.
આ ઘટના રાત્રે લગભગ ૧૦.૧૫ વાગે બની છે. જિમનાં પહેલાં ફ્લોર પર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ દિલ્હી પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને ફાયર બ્રિગેડ આવે તે પહેલાં અંદર રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો.
શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. જાેકે પોલીસ અને ફાયર વિભાગની ટીમો ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ જિમ સલમાન ખાનના ફિટનેસ બ્રાન્ડ હેઠળ ચલાવવામાં આવે છે. સલમાન ખાનને દેશમાં એક મુખ્ય ફિટનેસ આઇકોન માનવામાં આવે છે. આટલું જ નહીં એક્ટર તેનાં ચાહકોને સ્વસ્થ રહેવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં સલમાન ખાને સોશિયલ મીડિયા પર તેનાં ગજબનાં ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. પોલીસે આ ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારને સીલ કરી દીધો છે અને ફોરેન્સિક અને ટેકનિકલ ટીમો ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન આ દિવસોમાં નિર્દેશક વામશી પૈદિપલ્લીની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ રાજૂ અને શિરીષ મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
જાે કે ફેન્સ આ મૂવીને લઈને સુપર એક્સાઇટેડ છે. આ સિવાય સલમાન જલદી જ ફરી એકવાર નાના પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરશે. સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ રહેલાં રિયાલિટી શો બિગ બોસની નવી સિઝન સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. આ પૂરી સિઝનથી એક્ટર ૧૫૦-૨૫૦ કરોડથી વધુ કમાણી કરશે.





