વિકાસ બહલ અને સિદ્ધાંતનું વધુ એક કોલબરેશન સિદ્ધાંત, અલીઝેહની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે સિદ્ધાંત ચતુર્વેદીની વિકાસ બહેલ સાથે આ બીજી ફિલ્મ છે. તેમની પહેલી ફિલ્મ ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ હજી રજૂ થઇ નથી વિકાસ બહેલની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અલિઝેહ અગ્નિહોત્રીની જાેડી ચમકશે. આ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘ટ્રાઇબ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મની પ્રેરણા ૧૯૯૦ના દાયકામાં ભાંગડા-ફ્યુઝન પોપના ઉદયમાંથી મળી છે. યુકેનું પંજાબી મ્યુઝિક પરંપરાગત પંજાબી લોકગીતો અને પશ્ચિમી મ્યુઝિક શૈલીનું અનોખું મિશ્રણ છે. ઇમિગ્રેશન કરનારી પેઢીના સંતાનોએ એક પગ પંજાબમાં અને એક પગ યુકેમાં રાખી નવા અવાજને વાચા આપી હતી. આ સંગીત એવું મજેદાર બની રહ્યું હતું કે દરેક વયના લોકોને તેના તાલે નાચવાની મજા પડતી હતી.સિદ્ધાંત ચતુર્વેદીની વિકાસ બહેલ સાથે આ બીજી ફિલ્મ છે. તેમની પહેલી ફિલ્મ ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ હજી રજૂ થઇ નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે પતાવી તેને ૨૦૨૭ની મધ્યમાં રજૂ કરવાનું આયોજન છે.





