તંત્રનો અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ ફૂલપ્રુફ બનાવી રહ્યાનો દાવો અમેરિકામાં મોટાપાયે લોકોએ ખોટું બોલીને વિઝા લીધા હોવાની ટ્રમ્પ તંત્રને શંકા ટેમ્પરરી વિઝા પર આવીને આશ્રય માટે અરજી કરનારા અને બીજા રસ્તે કાયમી નાગરિક બની જનારાની સ્થિતિ વણસશે અમેરિકન સરકાર એક સાથે હજારો ટેમ્પરરી વિઝાની ચકાસણી કરી રહી છે. તેમા તે જાેવામાં આવી રહ્યું છે કે વિદેશી અમેરિકામાં પ્રવેશ્યો ત્યારે તેના આયોજન અંગે ખોટું બોલ્યો હતો કે નહીં. અહેવાલોનુ માનવુ છે કે ટુરિઝમ અને બિઝનેસના થઈને આવા લગભગ બે લાખ જેટલા વિઝા છે જે કન્ફર્મ થયા નથી. જાે કે અમરિકન વિદેશ વિભાગે હજી તેને સમર્થન આપ્યું નથી.
અમેરિકન સરકારે હાથ ધરેલી આ પ્રકારની સમીક્ષામાં કેટલા ભારતીયો છે તે અગે રાજ્યના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે વાસ્તવમાં આવો કોઈ મુદ્દો છે જ નહી. તેમનું કહેવું હતું કે અમેરિકન વિઝા કંઈ અધિકાર નથી, પણ વિશેષાધિકાર છે. અમેરિકન વિદેશ વિભાગની સાથે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ એવા કેસો જાેઈ રહ્યુ છે જેમા કોઈ ટેમ્પરરી વિઝા પર પ્રવેશ્યો હોય અને પછી તેણે ત્યાં રોકાવવા પ્રયત્ન કર્યાે હોય. આ માટે આશ્રયની અરજી કરી હોય અથવા તો અન્ય રસ્તે પરમેનન્ટ સ્ટેટસ મેળવી લીધું હોય. જાે કે આ આખી સમીક્ષા ેક સવાલ સર્જે છે, શું કોઈ વ્યક્તિએ શરુઆતથી જ તેના ઇરાદાઓ અંગે ગેરરજૂઆત કરી હતી?પિગોટે જણાવ્યું હતું કે ટેમ્પરરી વિઝા તે ઇરાદાથી જ આપવામાં આવ્યા હોય છે જે મેળવનાર વિઝાધારક ઘરે પરત ફરશે તેમ માની લેવામાં આવે છે. હવે જાે કોઈ વ્યક્તિ કોન્સ્યુલેટ ઓફિસર સમક્ષ તેના ઇરાદાઓ અંગે ખોટું બોલ્યો હોય તો તેને ળોડ કે છેતરપિંડી જ કહી શકાય. તેના પરિણામે વિઝા ફગાવી દેવામાં પણ આવે.જાે કે ટેમ્પરરી વિઝા પર આવેલા હોય અને પછી ત્યારબાદ આશ્રય મેળવવા અરજી કરી હોય તેને કંઈ સીધો ળોડ ગણવામાં નહીં આવે. તપાસકર્તાઓ તેનું ટાઇમિંગ અને પ્રામાણિકતા જાેશે. તેઓ ચકાસી રહ્યા છે કે વ્યક્તિએ વિઝા ઇન્ટરવ્યુ પહેલા ત્યાં કાયમી ધોરણે રહેવાનું નક્કી કરી લીધું છે. તેના પછી ઓફિસર તેમની અરજીની સમીક્ષા કરશે.અમેરિકન વિદેશ વિભાગે આ અંગે ભારતીયોના ખાસ આંકડા આપ્યા નથી. ભારતીય અરજદારો કેટલા છે તે પણ જણાવ્યું નથી. પરંતુ તેણે તેની સંભાવના પણ નકારી નથી. અધિકારીએ જણાવ્યું હતું કે રીવ્યુ હજી પણ ચાલી રહ્યા છે અને આ આંકડો બદલાઈ શકે છે. ટ્રમ્પ બીજી ટર્મમાં પરત ફર્યા પછી ઇમિગ્રેશન વિભાગ ઇમિગ્રેશન અંગેનો ગાળિયો વધુન વધુ આકરો કરી રહ્યું છે.





