કહ્યું- ટીમ અંગે ચર્ચા તો કરવી જ પડશે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩-૦ થી કચડી નાખતા બાબર આઝમનું દર્દ છલકાયું તેમણે સ્વીકાર્યું કે મેનેજર, સિલેક્ટર અને કપ્તાને સાથે બેસીને ભૂલો સુધારી એક મજબૂત ટીમ બનાવવી પડશે ઇંગ્લેન્ડ સામેની ૩ ટેસ્ટ મેચોની સીરિઝમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને ટીમને એક પણ જીત મળી શકી નથી. ઇંગ્લેન્ડ સામે ૦-૩ થી ક્લીન સ્વીપ થયા બાદ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમનું દર્દ છલકાયું છે અને તેમણે ટીમ સિલેક્શન તથા પ્લેઇંગ ઇલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ૮ વિકેટથી હાર મળ્યા બાદ બાબરે સ્પષ્ટ કર્યું કે હવે ટીમએ પોતાની ભૂલો પર બેસીને ચર્ચા કરવી પડશે.
બાબર આઝમના મતે ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારો અને કપ્તાને સાથે બેસીને વર્તમાન સ્થિતિનું આકલન કરવું પડશે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાને પોતાની ભૂલોથી શીખવાની સાથે એક મજબૂત અને સ્પષ્ટ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે મેનેજર, સિલેક્ટર અને હું પોતે સાથે બેસીને અમારી સવર્શ્રેષ્ઠ ઇલેવન પર ર્નિણય કરીશું. પાકિસ્તાન માટે આ સમગ્ર પ્રવાસ અત્યંત મુશ્કેલ રહ્યો હતો કારણ કે પ્રથમ બે ટેસ્ટ મેચો દરમિયાન ટીમ કોઈપણ ઇનિંગ્સમાં ૨૦૦ રન પણ બનાવી શકી ન હતી.
એજબેસ્ટનમાં પાકિસ્તાનના બેટ્સમેનોએ અગાઉની બે મેચોની તુલનામાં બહેતર પ્રદર્શન કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં ટીમએ ૪૪૯ રન બનાવ્યા અને ઇંગ્લેન્ડ સામે ૧૩૦ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. પૂર્વ કપ્તાન શાન મસૂદે ૯૫ રનની શાનદાર રમત રમી હતી, જ્યારે બાબર આઝમે ૭૬ રન અને અઝાન અવાસે ૫૯ રનનું યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શનના આધારે પાકિસ્તાને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને સખત ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ સીરિઝનું સૌથી મોટું સકારાત્મક પાસું યુવા ઝડપી બોલર રજાઉલ્લાહ રહ્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં અદ્ભુત પ્રભાવ છોડ્યો હતો. તેમણે ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ્સમાં ૪ વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં માત્ર ૬૩ બોલમાં ૯ છગ્ગાની મદદથી ૮૧ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેની આ વિસ્ફોટક બેટિંગના કારણે પાકિસ્તાન બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.
૧૩૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. મોહમ્મદ અબ્બાસે પહેલી જ ઓવરમાં ૨ વિકેટ ઝડપીને પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી. બાબરે સ્વીકાર્યું કે તે સમયે ટીમમાં જીતની આશા જાગી હતી, પરંતુ કપ્તાન જાે રૂટ અને જાેર્ડન કોકસે અણનમ રમીને પાકિસ્તાનની વાપસીના તમામ રસ્તા બંધ કરી દીધા હતા. રૂટે અણનમ ૬૨ અને કોક્સે અણનમ ૫૯ રન બનાવ્યા હતા તથા બંનેએ ૧૨૮ રનની અણનમ ભાગીદારી કરીને ઇંગ્લેન્ડને ૮ વિકેટથી વિજય અપાવ્યો હતો.




