(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતના ઇતિહાસ માં હવેના શાસકો કામના નામે મત નહી પણ રેવડી જેને મફત ની લ્હાણી કહે છે એ વહેંચી સત્તાની ખુરશી સુધી પહોંચવાનો શોર્ટ કટ અપનાવી રહ્યા છે. અને આ રેવડીનો રેલો અમેરિકા સુધી પહોંચતા હવે ભવિષ્યમાં પણ જાણે કે મતદારો ને આકર્ષવા વિશ્વના દેશોમાં મફત રેવડી કલ્ચર ચૂંટણી જીતવાનો આસાન રસ્તો ન બની જાય તો નવાઈ નહી હોય.
આ રેવડી એટલે ખાસ કરીને ભારતમાં ચૂંટણીના સમયે સત્તાધારી પાર્ટી દ્વારા મફત કલર ટીવી, લેપટોપ, ફ્રીજ, ટેબલ ફેન અને મહિલાઓના ખાતામાં અમુક ચોક્કસ રકમ ની મફતમાં વહેંચણી કરી. મતો અંકે કરવાનું સાધન જે પ્રજાના ટેક્ષના પૈસાથી ભરાયેલી તિજોરીને ખાલી કરતા રીઢા રાજકારણીઓ ભારતની લોકશાહીની ફળદ્રુપ જમીનમાં તૈયાર થયેલા રેવડી કલ્ચરનો રેલો છેક અમેરિકા પહોંચ્યો છે.
જેમ ભારતમાં કોઈ રાજકારણી હારવા કે સત્તા છોડવા તૈયાર નથી હોતા કેમકે તે સત્તા લાલચુ વાઈરસના ભોગ બન્યા હોય છે. એમ હવે આ સત્તા લાલચુ વાઈરસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં ઘુસી ગયો છે.
લોકોને મફત ચીજો આપવાના પ્રલોભનને રેવડી કલ્ચર કહે છે. મતદારોને રોકડ કે રોજિંદા વપરાશની ચીજો વિનામૂલ્યે આપીને મત મેળવવાનો સાયલન્ટ સોદો કરવામાં આવે છે. અને આ રેવડી કલ્ચર બાબતે સુપ્રિમ કોર્ટે પણ એક ટીપ્પણીમાં કહ્યું હતું કે ટેક્ષ ભરતાં લોકોના નાણાં રેવડીના વિતરણ માં વપરાય છે જેના કારણે રાજ્યો દેવાદાર બની રહ્યા છે. દરેક સરકાર પાસે નાણાં ઉભા કરવાનું સૌપ્રથમ મહત્વનું ક્ષેત્ર ટેક્ષ છે. જે ભારત જેવા વિકાસશીલ દેશના રાજકારણીઓએ ઉભા કરેલા રેવડી કલ્ચરમાં પ્રજાના નાણાની બેફામ લ્હાણી કરી મતો અંકે કરી રાજ્યને દેવા તરફ ધકેલવાનો ચૂંટણી એક માર્ગ બને છે.




