દેવી ઇન્દુલેખાનો ગંભીર આરોપ કેલીકુંજ આશ્રમ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી કથાવાચક દેવી ઇન્દુલેખાએ પોતાની સાથે મારામારી અને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવાનો આરોપ લગાવ્યો
ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવનમાં કેલીકુંજ આશ્રમને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે કથાવાચક દેવી ઇન્દુલેખાએ પોતાની સાથે મારામારી અને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આશ્રમના સેવાદારો અને કેટલાક અજ્ઞાત લોકોથી પોતાના જીવનું જાેખમ બતાવ્યું છે. આ આખી ઘટનાનો વિડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ છે.
વીતેલા દિવસોમાં હાથરસ નિવાસી અનુજ ચૌધરીના પરિજનોએ કેલી કુંજ આશ્રમની બહાર ધરણા આપ્યા હતા. આ પછી ગઈકાલે રાત્રે અનુજ ચૌધરીને પોલીસે સકુશળ શોધ કરીને હાથરસ પોલીસને સોંપ્યો. બીજી તરફ આ મામલે કેલી કુંજ આશ્રમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે વીતેલા દિવસોમાં પ્રેમાનંદ મહારાજના એક શિષ્યના મોતના બનાવ પછી હવે કેટલાક પરિવાર પોતાના બાળકોને શોધતા કેલી કુંજ આશ્રમ પહોંચી રહ્યા છે. ગઈકાલે આ જ પીડિત પરિવારોને મળવા માટે દેવી ઇન્દુલેખા પહોંચી હતી. જ્યાં દેવી ઇન્દુલેખા સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દેવી ઇન્દુલેખાના જણાવ્યા અનુસાર, ત્યાં હાજર કેટલાક લોકોએ તેમનો હાથ પકડીને તેમને ખેંચ્યા અને સ્થળ પરથી ભગાડવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં સ્થળ પર કવરેજ કરી રહેલા કેટલાક પત્રકારો સાથે પણ આશ્રમના સેવાદારો દ્વારા અભદ્રતા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આનાથી આશ્રમ પરિસરમાં ચાલી રહેલી ગતિવિધિઓ અને ત્યાંની વ્યવસ્થાઓને લઈને કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વ્રજવાસીઓમાં એવા પ્રકારની ચર્ચા છે કે આખરે કેલી કુંજ આશ્રમમાં ચાલી શું રહ્યું છે? જેને છુપાવવા માટે આશ્રમના સેવાદારો ત્યાં પોતાના બાળકોને શોધતા પહોંચી રહેલા પીડિત પરિવારો સાથે અને મીડિયા કર્મીઓ સાથે આ રીતે ધક્કામુક્કી અને બદતમીજી કરવા પર ઉતરી રહ્યા છે. વૃંદાવન પહોંચેલા નોઇડા નિવાસી એક વ્યક્તિએ દાવો છે કે તેમની પુત્રી ૧૫ ઓગસ્ટે ઘરથી એવું કહીને નીકળી હતી કે તે પ્રેમાનંદ મહારાજના આશ્રમે જઈ રહી છે, પરંતુ ત્યારપછીથી તે ઘરે પાછી ફરી નથી. પુત્રીની શોધમાં પિતા પરિવારજનો સાથે વૃંદાવન પહોંચ્યા અને શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમની બહાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પિતાનું કહેવું છે કે તેમણે પોતાની પુત્રીને આશ્રમમાં જાેઈ નથી, પરંતુ તેમને આશંકા છે કે તેમની પુત્રી, જે પ્રેમાનંદ મહારાજની મોટી ભક્ત હતી, તે આશ્રમમાં હોઈ શકે છે.




