દરેક ટીકાને સ્વીકારવી જરૂરી નથી ટ્રોલિંગ સામે પોતાનું મુલ્ય સમજવાની સુફિયાણી વાતો નહીં કરું : તાપસી પન્નુ કલાકારોના કામની ટીકા થવી સ્વાભાવિક છે, પરંતુ વ્યક્તિગત હુમલા અને અપમાનજનક નિવેદનો સ્વસ્થ ચર્ચાનો ભાગ બની શકતાં નથી
તાપસી પન્નુ પોતાની સ્પષ્ટ કહેવાની અને બેધડક અભિપ્રાયો માટે જાણીતી છે. ફિલ્મો ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અને ટ્રોલિંગ જેવા મુદ્દે પણ તે ખુલીને વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે માનસિક સ્વાસ્થ્ય અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે પોતાની લાગણીઓને સમજવી અને જરૂર પડે ત્યારે મદદ લેવી જરૂરી છે.કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ એકલતા, ચિંતા અને અનિશ્ચિતતાનો અનુભવ કર્યાે હતો. આ સમયગાળાએ માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાને વધુ મહત્ત્વ આપ્યું. તાપસીનાં મતે, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને અવગણવાને બદલે તેને સ્વીકારવી જાેઈએ. જીવનમાં દરેક વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી શકે છે અને આવી સ્થિતિમાં પોતાની લાગણીઓ વિશે વાત કરવી નબળાઈ નહીં, પરંતુ સમજદારીની નિશાની છે. સોશિયલ મીડિયા આજના સમયમાં કલાકારો અને તેમનાં ચાહકો વચ્ચે જાેડાણનું મહત્ત્વનું માધ્યમ બન્યું છે. જાેકે, તેની સાથે ટ્રોલિંગ અને નકારાત્મક નિવેદનોની સમસ્યા પણ વધી છે. તાપસી પન્નુએ આ અંગે પોતાનો અભિગમ સ્પષ્ટ કરતાં કહ્યું કે તે ટ્રોલિંગને મહત્વ આપવા માગતી નથી. કોઈ વ્યક્તિની લોકપ્રિયતા કે જાહેર જીવનનો અર્થ એવો નથી કે તેણે દરેક પ્રકારની ટીકા કે અપમાન સહન કરવું જ પડે.કલાકારોના કામની ટીકા થવી સ્વાભાવિક છે, પરંતુ વ્યક્તિગત હુમલા અને અપમાનજનક નિવેદનો સ્વસ્થ ચર્ચાનો ભાગ બની શકતાં નથી. સોશિયલ મીડિયા પર થતી સતત નકારાત્મકતા વ્યક્તિના મન પર અસર કરી શકે છે. તેથી ઑનલાઇન મળતી દરેક પ્રતિક્રિયાને ગંભીરતાથી લેવાને બદલે કઈ વાતને મહત્ત્વ આપવું અને કઈ અવગણવી તે સમજવું જરૂરી છે.તાપસીનો અભિગમ એ પણ સૂચવે છે કે માનસિક શાંતિ જાળવવા માટે પોતાની મર્યાદાઓ નક્કી કરવી જરૂરી છે. જરૂર પડે ત્યારે નિષ્ણાતની મદદ લેવી, વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી અને સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહેવું પણ ઉપયોગી બની શકે છે.આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકોની સફળતા અને લોકપ્રિયતાનું મૂલ્યાંકન ઘણીવાર સોશિયલ મીડિયા પર મળતી પ્રતિક્રિયાઓથી થાય છે, ત્યાં તાપસી પન્નુની વાત એક મહત્ત્વનો સંદેશ આપે છે: દરેક ટીકાને સ્વીકારવી જરૂરી નથી અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એટલી જ મહત્ત્વની છે જેટલી વ્યાવસાયિક સફળતા.




