મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો મેરઠના બ્લૂ ડ્રમ કાંડમાં પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા કોર્ટે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુનેગારોને ગુના માટે દંડ આપવાનો જ ધર્મ છે આ ચુકાદા દરમિયાન સાહિલ અને મુસ્કાનની કોર્ટમાં વર્ચુઅલ હાજરી થઈ હતી મેરઠના ચર્ચિત બ્લૂ ડ્રમવાળા કેસમાં કોર્ટે સાહિલ અને મુસ્કાનને મૃત્યુદંડની સજા સંભળાવી છે. જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ સૌરભ રાજપૂત હત્યાકાંડના બંને દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ દરમિયાન મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુનેગારોને ગુના માટે દંડ આપવાનો જ ધર્મ છે. આ ચુકાદા દરમિયાન સાહિલ અને મુસ્કાનની કોર્ટમાં વર્ચુઅલ હાજરી થઈ હતી. જાે કે મોતની સજા સાંભળી આ બંનેના ચહેરા પર દુ:ખ અથવા પસ્તાવાના કોઈ ભાવ નહોતા દેખાયા. બંને આ દરમિયાન ચૂપચાપ બેઠા રહ્યા.
મેરઠ કોર્ટના જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ સાહિલ અને મુસ્કાનને બુધવારે ૧૪ ઓક્ટોબરની સાંજે ફાંસીની સજા સંભળાવી તો ચુકાદો સાંભળતા જ સૌરભ રાજપૂતના પરિવારની આંખો ભીની થઈ ગઈ. સૌરભની માએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જે ન્યાય જાેઈતો હતો, તે મળી ગયો. અમને ઘણું સારું લાગે છે. બહુ સંતુષ્ટિ થઈ રહી છે ફાંસીની સજા થઈ. નાની દીકરી સાથે અમારે કોઈ મતલબ નથી. મોટી દીકરીને કોઈ પણ શરત વિના અમે સાથે રાખીશું.
વળી આ મામલામાં સૌરભ રાજપૂતના વકીલે કહ્યું કે, આ ચુકાદો એક દાખલો બની ગયો છે. કોર્ટે અમારી અને જનતાની ભાવનાને સમજતા બહુ સારો ર્નિણય આપ્યો છે. જજમેન્ટને વાંચ્યા બાદ આગળ કહી શકીશું. કોર્ટે બંનેને જઘન્ય હત્યાના અપરાધી માન્યા છે અને વધુમાં વધુ સજા મૃત્યુદંડની સજા આપી છે.
જણાવી દઈએ કે, મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી નાખી અને પછી તેની લાશને પાંચ ટુકડા કરી અન્ય વાદળી રંગના એક ડ્રમમાં નાખી દીધા. આ હત્યાની ક્રૂરતા અને લાશને છુપાવવાની રીતે લોકોને હચમચાવી નાખ્યા હતા અને યૂપી સહિત દેશભરમાં આ હત્યાકાંડને લઈને લોકોમાં ગુસ્સો જાેવા મળ્યો હતો.
સૌરભ રાજપૂત હત્યાકાંડની તપાસ આગળ વધવાની સાથે પોલીસે આ મામલા સાથે જાેડાયેલા પુરાવા અને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. ત્યાર બાદ જિલ્લા કોર્ટમાં ગત વર્ષે ૩૦ સપ્ટેમ્બરના રોજ આ મામલાની સુનાવણી થઈ હતી. કેસ દરમિયાન અભિયોજન પક્ષે કૂલ ૨૨ લોકોની સાક્ષી કરાવી. તેમાંથી એ લોકોની જુબાની પણ સામેલ હતી, જેમણે કથિત રીતે હત્યામાં સામેલ ચાકૂ અને લાશને છુપાવવામાં ઉપયોગ કરવામાં આવેલા વાદળી ડ્રમ ખરીદ્યા હતા.
આ સાક્ષીઓની જુબાની અને તપાસ દરમિયાન એકઠા કરેલા પુરાવાએ સાહિલ અને મુસ્કાનના ગુનાને સાબિત કરી દીધો. જિલ્લા જજ અરવિંદ કુમારની કોર્ટે ૩૦ સપ્ટેમ્બરના રોજ મુસ્કાન અને સાહિલને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જે બાદ બુધવારે કોર્ટે બંનેને મૃત્યુદંડની સજા ફટકારી..




