લોકોમાં ભયનો માહોલ સાઉદીમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલો મંગળવારે મોડી રાત્રે એક ઓઈલ કંપની પર હુમલો કરવામાં આવ્યો જેના કારણે કંપનીમાં આગ ફાટી નીકળી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે મંગળવારે મોડી રાત્રે ફરી એકવાર હુથીઓ દ્વારા સાઉદી અરબમાં મિસાઈલ એટેક કરવામાં આવ્યો. આ વખતે ઈરાન સમર્થિક હુથી વિદ્રોહીઓએ એક ઓઈલ કંપનીને નિશાન બનાવી છે. સાઉદી અરબની અરામકો કંપની પર એટેક કરવામાં આવ્યો હતો. જાે કે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ અને આઉદી ગઠબંધન વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલા પછી મંગળવારે મોડી રાત્રે વિદ્રોહીઓએ સાઉદી અરબની અરામકો નામની તેલ કંપની પર મિસાઈલ દાગી હતી. આ હુમલાના કારણે તેલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલો એવા વિસ્તારમાં થયો છે જે સાઉદીનું મુખ્ય તેલ ઉત્પાદન ક્ષેત્ર ગણાય છે. આ હુમલા પછી સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો છે. આ હુમલા પહેલા જ મિસાઈલ એટેકને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજધાની રિયાદ અને પૂર્વી વિસ્તાર તરફ મિલાઈલો છોડવામાં આવી હતી તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાઉદી નેતૃત્વ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રિયાદ સહિતના વિસ્તારો તરફ આવતી મિલાઈલો, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને રોકી દેવામાં આવી છે.
મહત્વનું છે કે આ હુમલા પહેલા સાઉદી અરબના નેતૃત્વ તરફથી હુથી નિયંત્રિત યમનની રાજધાની સનામાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હુથી મીડિયા અનુસાર શહેરમાં સુબાહાને નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પણ સનામાં ધમાકા સંભળાયા હોવાનો દાવો કર્યો હતો.
આઈલ કંપની પર થયેલા હુમલા બાદ લોકોમાં પણ ભય ફેલાયો છે. આ વાતને ધ્યાને લઈ કંપનીએ ખુલાસો કર્યો છે કે જે તેલ કંપની પર હુમલો કરવામાં આવ્યો તેનું સ્ટોરેજ ખાલી હતું. આ હુમલા પછી સ્થાનીક લોકોની આપૂર્તિ પર કોઈ નહીં પડે. તેમ છતાં હુમલા પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો જાેવા મળી હતી.
મહત્વનું છે કે એરપોર્ટ સહિતના સ્થાનોને મિલાઈલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેને લઈ એરલાઈન્સ કંપનીઓએ પોતાના વિમાનો રિયાદથી અન્ય એરપોર્ટ પર શિફ્ટ કરી દીધા છે.




