રિલીઝ પહેલા જ તૂટ્યા કમાણીના તમામ રેકોર્ડ રજનીકાંતની જેલર ૨નો ધમાકો, ૨૬ સિતારાઓ અને ૧૦ના તો શાનદાર કેમિયો ફિલ્મે માત્ર ૪ દિવસની એડવાન્સ બુકિંગમાં ૪૦ કરોડનો આંકડો પાર કર્યો : ૩૮.૦૯ કરોડ રૂપિયાની ટિકિટો વેચાઈ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો ક્રેઝ બોક્સ ઓફિસ પર હંમેશાં સાતમા આસમાને રહે છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરની ભવ્ય સફળતા બાદ હવે પ્રેક્ષકો તેના બીજા ભાગ એટલે કે જેલર ૨ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ થિયેટરોમાં પહોંચે તે પહેલાં જ તેની ચર્ચાએ સમગ્ર સિનેમા જગતમાં ધૂમ મચાવી દીધી છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે પ્રી-રિલીઝ બિઝનેસ અને એડવાન્સ બુકિંગ માર્કેટમાં રિલીઝ પહેલા જ ભવ્ય સફળતા મેળવી લીધી છે.
સુપરસ્ટાર રજનીકાંત એકવાર ફરી સુપરહિટ ફિલ્મ જેલરનો સીક્વલ લઈને આવી રહ્યા છે. જેલર ૨ ૧૫ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેના એડવાન્સ બુકિંગ શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને એક્ટરની ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ચાલો રજનીકાંતની ફિલ્મ જેલર ૨ના એડવાન્સ બુકિંગના ચોથા દિવસના આંકડા જણાવીએ.
સૈકનિલ્કના જણાવ્યા મુજબ, જેલર ૨ને ધમાકેદાર ઓપનિંગ મળવાની છે. ફિલ્મે માત્ર ૪ દિવસની એડવાન્સ બુકિંગમાં લગભગ ૪૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ૩૮.૦૯ કરોડ રૂપિયાની ટિકિટો વેચાઈ ચૂકી છે. આમાંથી ૩૩.૧૦ કરોડ રૂપિયાનો આંકડો બ્લોક સીટ્સ વગરનો છે.
સરળ ભાષામાં સમજીએ તો, બ્લોક સીટ્સ એ સીટો હોય છે જેને આયોજક અને થિયેટર માલિકો કોઈ કારણસર રોકીને રાખતા હોય છે અને તે સીટોની ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ હોતી નથી. આ સીટો સામાન્ય રીતે પ્રમોશન માટે, થિયેટર માલિકોની ટીમ માટે, સ્ટારકાસ્ટ માટે અને સ્પેશિયલ ગેસ્ટ માટે રોકીને રાખવામાં આવે છે. જેલર ૨ ની એડવાન્સ બુકિંગનો સૌથી વધુ ફાયદો ચેન્નાઈમાં થયો હતો. આ પછી કોઈમ્બતુર, હૈદરાબાદ આવે છે. જેલર ૨ની એડવાન્સ બુકિંગથી અત્યાર સુધી ૩૮.૦૯ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન નોંધાયું છે, જ્યારે નેટ કલેક્શન ૩૩.૧૦ કરોડ રૂપિયા છે.
ફિલ્મ માટે ૧૯.૮૪ લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે અને દેશભરમાં ૧૯,૬૭૫ શોઝનો આંકડો સામે આવ્યો છે. પહેલા દિવસે સૌથી વધુ ક્રેઝ દેખાઈ રહ્યો છે, જ્યાં ૨૧.૭૫ કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ અને ૩૬% ઓક્યુપન્સી નોંધાઈ છે; બીજા દિવસે કલેક્શન ઘટીને ૫.૬૮ કરોડ રૂપિયા રહી ગયું છે.
જેલર વર્ષ ૨૦૨૩માં આવી હતી અને આ જ કહાનીને લઈને રજનીકાંત ફરીથી પાછા ફર્યા છે. આ વખતે ૫ સુપરસ્ટારનો કેમિયો જાેવા મળ્યો છે જેમ કે મોહનલાલ, જેકી શ્રોફથી લઈને હૃતિક રોશન સુધી. આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ પણ દેખાઈ રહ્યો છે. જેલર ૨ને નેલ્સન દિલીપકુમારે ડિરેક્ટ કરી છે. જેને સન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, રામ્યા કૃષ્ણનથી લઈને યોગી બાબુ જેવા સિતારાઓ પણ નજરે પડશે. કાસ્ટની વાત કરીએ તો તેમાં મોટા-નાના બધા કલાકારોને ભેગા કરીને લગભગ ૨૬ એક્ટર છે જ્યારે ૫ કેમિયો સુપરસ્ટાર સાથે નજરે પડશે. જ્યારે કુલ કેમિયોમાં ૧૦ એક્ટર નજરે આવશે




