કહ્યું- ભાજપમાં અપમાન થયું બોલિવૂડના જાણીતા સિંગરના પિતા કોંગ્રેસ પાર્ટીમાં જાેડાયા બીજેપીને અલવિદા કહ્યા બાદ ગાયક જુબિન નૌટિયાલના પિતા રામ શરણ નૌટિયાલ આજે કોંગ્રેસમાં સામેલ થયા
દહેરાદૂન જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને ગાયક જુબિન નૌટિયાલના પિતા રામ શરણ નૌટિયાલ આજે સોમવારે (૧૯ ઓક્ટોબર) કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા. થોડા દિવસો પહેલા જ તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારપછીથી જ તેમની આગળની રાજકીય ઇનિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી અને આજે તેમણે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડીને પોતાનો આગળનો રસ્તો સાફ કરી દીધો છે.
રામશરણ નૌટિયાલે સોમવારે ૧૨ વાગ્યે છૈંઝ્રઝ્ર ના નેશનલ સેક્રેટરી કુમારી શેલજા, ઉત્તરાખંડ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલ અને નેતા વિપક્ષ યશપાલ આર્યની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી જાેઈન કરી. રામશરણ નૌટિયાલે કોંગ્રેસ પાર્ટીથી જ પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી, જેના પછી તેઓ ઉત્તરાખંડ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા.
વર્ષ ૨૦૧૪ માં રામશરણ નૌટિયાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. જેના પછી ૨૦૨૨ ની ચૂંટણીમાં બીજેપીએ ચકરાતા સીટ પરથી ટિકિટ આપી પરંતુ, તેઓ બીજા સ્થાને રહ્યા. આ સીટ પર તેમનો સારો પ્રભાવ માનવામાં આવે છે.
કોંગ્રેસમાં સામેલ થયા પછી રામશરણ નૌટિયાલે કહ્યું કે પાર્ટી મારા વિશે શું વિચારે છે હું તેના વિશે કંઈ કહી શકતો નથી. મેં પાર્ટી માટે એ વિચાર્યું કે હું પાર્ટી જાેઈન કરું અને કોંગ્રેસ માટે કામ કરું. ન તો મેં કોઈ કમિટમેન્ટ લીધું છે. મેં કમિટમેન્ટ આપ્યું છે કે હું પૂરી રીતે પાર્ટી માટે કામ કરીશ.
રામશરણ નૌટિયાલના કોંગ્રેસ જાેઈન કરવા પર કુમારી શેલજાએ તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે આજનો દિવસ જેમનું દિલ સાફ છે, તેમના મનમાં પીડા થાય છે. નૌટિયાલજી કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ અને મહાસચિવ રહી ચૂક્યા છે. પાછળથી તેમણે કોઈ પણ કારણોસર કોંગ્રેસ છોડી પરંતુ, જ્યારે ત્યાંની કાર્યશૈલી જાેઈ તો તેમને પાછા કોંગ્રેસમાં આવવાનું મન થયું. કુમારી શેલજાએ કહ્યું કે આ મન મારીને બીજેપી ગયા હતા. હવે આ રાહુલ ગાંધીજીને જાેઈને કોંગ્રેસ જાેઈન કરી રહ્યા છે. તેમને BJP માં ગૂંગળામણ અનુભવાઈ, ત્યાંનો માહોલ અને કામથી એમનું મન ખિન્ન થઈ ગયું હતું. ઉત્તરાખંડ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે કહ્યું કે આજે એક મહત્વપૂર્ણ સાથી કોંગ્રેસ પાર્ટી સાથે આવ્યા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. એમનો પ્રભાવ માત્ર દહેરાદૂનમાં જ નહીં પરંતુ પૂરા પ્રદેશમાં ઘણો છે. તેમના આવવાથી કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત થશે.




