રાધિકા આપ્ટેએ બોલિવૂડની કડવી હકીકત જણાવી એક્ટ્રેસ પાસે બ્રા વગર શર્ટ પહેરાવવાની માગણી કરાઈ ફિલ્મના એક્શન સીન દરમિયાન કપડાં ઉતારવા દબાણ થતું હોવાનો અભિનેત્રી રાધિકાએ કર્યાે ખુલાસો બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેની જ્યારે પણ વાત સામે આવે છે ત્યારે એ વાતમાં કંઈક તો એવું હોય છે જે ફેન્સને ચોંકાવી દે છે. રાધિકાના ફેન્સ પણ એ વાત જાણે છે કે, રાધિકાનો બેબાક અંદાજ પહેલેથી જ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અનુભવ અંગે વાત કરતા રાધિકાએ જમીન સરકી જાય એવી હકીકત બહાર આવી છે. હાલમાં તે પોતાના શૉ અક્કાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન વચ્ચે એક ખાસ મુલાકાત આપીને તેણે પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા અને નારાજગી પણ વ્યક્ત કરી હતી.બોલિવૂડમાં ખરાબ અનુભવ અંગે વાત કરતા રાધિકાએ જણાવ્યું હતું કે, મને એક એક્શન ફિલ્મ માટે બોલાવી અને ઈનરવેરમાં તે શુટ કરવાનું છે એવું કહ્યું. આ પ્રકારની માગ સામે અવાજ ઊઠાવવા પર વાત આવે ત્યારે ઈન્ટીમસી કો-ઓર્ડિનેટર્સને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે. મારા પાસેથી એવી આશા રાખવામાં આવી કે, હું ઈનરવેરમાં શુટ કરૂ અને પોઝ આપું. આ આખી એક એક્શન સિક્વન્સ હતી. એ સમયે તેમણે મને કહ્યું હતું કે, તમે બ્રા વગર ડાયરેક્ટ શર્ટ પહેરી શકો અને બટન ખુલ્લા રાખી શકો? પછી મેં એમને આ વિષય પર કહ્યું કે, થોડું ફિઝિક્સ અંગે તો વિચારો. ફિલ્મોમાં એક્શન સિન કરતી વખતે પણ એક્ટ્રેસ પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે, તે દર્શકોનું ‘મનોરંજન’ કરે. આ મનોરંજન થોડું છે? આવા વિષયો પર મારા વિચારો થોડા અલગ છે. જ્યારે હું કોઈ રોલ સાઈન કરૂ છું તો સ્પષ્ટતા કરી આપું છું કે, આ પાત્રને લઈને તમારૂ વિઝન શું છે?મને જે તે સીનના બે દિવસ પહેલા આ પાત્રનો અંદાજ કહેવામાં આવે એ મને પસંદ નથી. કારણ કે ખરેખર મુશ્કેલી ત્યાં જ ઊભી થાય છે. હું એ જ ચોખવટ કરૂ છું કે, જાે કોઈ પાત્ર તમે લખ્યું છે, જે ફિલ્મમાં મોટા ભાગના સીનમાં વગર કપડામાં રહે છે. એ પાછળ તમારૂ કોઈ કારણ ગમે તે હોય, હું જાણી-વિચારીને પાત્ર પર સાઈન કરૂ છું કે, મારે શું કરવાનું છે? સીનના બે દિવસ પહેલા કોઈ મારી સાથે પાત્ર કે સીનને લઈને સોદાબાજી કરે છે અને કપડાને લઈને કોઈ પ્રેશર કરે છે તો આ ખરેખર મુશ્કેલી ઊભી કરનારૂ બની જાય છે. મારી સાથે આવું કંઈ થાય છે તો વાત બે બે અઠવાડિયા સુધી ક્લિયર થતી નથી. ચાલતી જ રહે છે, ચાલતી જ રહે છે. પછી તે જ સામેથી પૂછી બેસે છે કે, શું આ પાર્ટ તમે દેખાડશો ખરા? શું તમારે ખરેખર એવું કરવું જાેઈએ? આ ખરેખર માનસિક રીતે હેરાન પરેશાન કરનારી બાબત છે. આજે કોઈ પણ સેટ પર ઈન્ટીમસી કો-ઓર્ડિનેટર હોય છે, જે ન્યૂડિટી અને ઈન્ટીમસીવાળા સીન માટે નિયમોનું પાલન કરાવે છે, જ્યારે પ્રોડ્યુસર ડિમાન્ડ કરે છે ત્યારે ખરેખર મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રોડ્યુસરને ન્યુડિટી દેખાડવી હોય તો ઠીક છે પણ મને એડવાન્સમાં કહેવું પડે. આખરે તમે શું બતાવવા માગો છો? એન્ડ ટાઈમ પર આ પ્રકારના સરપ્રાઈઝ કેમ મળે છે. હવે જે ઈન્ટીમસી કો-ઓર્ડિનેટર્સ છે એને પણ પાછા જે તે પ્રોડ્યુસર જ કામ આપે છે. આ ખરેખર કમાલની વાત છે. આવામાં જ્યારે આવા લોકો એક્ટરની સાઈડ લે છે તો એને પણ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ કોઈ સરળ સ્થિતિ નથી હોતી જેટલી સ્ક્રિન પર દેખાતી હોય છે. એ કોર્ડિનેટર્સ હોય ત્યારે સીનમાં પણ ઘણો ફરક પડે છે. પણ આનાથી અમને કોઈ પ્રોટેક્શન નથી મળતું. અંતમાં તો તેને હાંકી કાઢવામાં આવે છે અથવા તો મજબૂરીમાં તે પોતાના સૂર બદલતા હોય છે. આખરે તમને જ હેરાન કરવામાં આવે છે. એક્ટર પોતાની પસંદના કોઈ કોર્ડિનેટર્સ નથી રાખી શકતા. ઈન્ડસ્ટ્રીમાં બધા લોકો ખરાબ નથી.




