લગ્ન અંગે પણ કરી સ્પષ્ટતા જાહ્નવી કપૂરે શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી અભિનેત્રી જાહ્નવી કપૂરે વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાના સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હવે જાહ્નવીએ લોકપ્રિય ટોક શો ‘કોફી વિથ કરણ-૯’માં પોતાના સંબંધને લઈને ખુલ્લેઆમ વાત કરી છે. અભિનેત્રીએ શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત તેણે લગ્નના પ્લાન વિશે પણ વાત કરી છે. આ નવી સીઝનના શૉમાં જાહ્નવી કપૂર અભિનેતા વરુણ ધવન સાથે જાેવા મળી હતી. શોના હોસ્ટ કરણ જાેહરે જાહ્નવીને સીધો સવાલ કર્યાે કે શું તે સત્તાવાર રીતે શિખર પહાડિયા ડેટ કરી રહી છે?આ સવાલના જવાબમાં જાહ્નવીએ હકારમાં જવાબ આપ્યો અને પોતાના સંબંધની પુષ્ટી પણ કરી હતી. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર પણ વિરામ મૂક્યો અને ખોટી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ. જાહ્નવીએ પોતાના અંગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે, તે પોતાની જિંદગીની દરેક બાબત જાહેર કરવા માગતી નથી. તેને પોતાના સંબંધ પર કોઈની ખરાબ નજર લાગે તે એને પણ પસંદ નથી. દરેક બાબતને ગુપ્ત રાખવાની જરૂરિયાત સાથે એક્ટ્રેસ સહમત નથી. એક્ટ્રેસના સંબંધને લઈને સતત છુપાવવું અને થોડા ઈમનોશનલી વર્તવું જરૂરી નથી. આ બાબતને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. શિખર સાથેના સંબંધની પુષ્ટિ બાદ કરણ જાેહરે જાહ્નવીને લગ્ન વિશે પણ સવાલ કર્યાે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં લગ્ન કરવાનો તેનો કોઈ તાત્કાલિક પ્લાન નથી. આગામી બે-ત્રણ વર્ષ સુધી લગ્ન કરવાનું વિચારી રહી નથી.આ નિવેદન બાદ જાહ્નવી અને શિખરના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચાઓ ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે.અભિનેત્રીએ આપેલી સમયમર્યાદા સિવાય લગ્નની કોઈ ચોક્કસ તારીખ કે આયોજનની જાહેરાત કરી નથી. માત્ર ચર્ચાના આધારે એક્ટ્રેસે કેટલીક અફવાનું ખંડન કર્યું છે. જાહ્નવી અને શિખરના સંબંધ અંગેની ઈમોશનલ વાત પણ સામે આવી હતી. જાહ્નવીએ પોતાની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના નિધન પછીના મુશ્કેલ સમયને યાદ કર્યાે હતો. તે સમયે શિખર લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો. શ્રીદેવીના નિધન બાદ તે અભ્યાસમાંથી વિરામ લઈને મુંબઈ આવ્યો હતો, જેથી જરૂર પડે ત્યારે જાહ્નવીની નજીક રહી શકે.જાહ્નવીએ જણાવ્યું કે શિખર શરૂઆતમાં પોતાના પિતા સાથે મુંબઈમાં રહેતો હતો. ત્યાર બાદ તે જુહુમાં પોતાના મિત્રના ઘરે લગભગ એક મહિના સુધી રહ્યો હતો. આ વાત જાહ્નવીને પાછળથી જાણવા મળી હતી. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે, તે દરરોજ શિખરને મળતી ન હોતી, પરંતુ જાહ્નવીને જરૂર પડે તો તેની આસપાસ રહેવાની શિખરની ઇચ્છા તેના માટે મહત્ત્વપૂર્ણ હતી. જીવનમાં અન્ય લોકો સાથેના સંબંધોમાં આવેલા બ્રેકઅપ જેવા મુશ્કેલ તબક્કાઓ દરમિયાન પણ એકબીજાનો સાથ જાળવી રાખ્યો હતો. જાહ્નવીના કહેવા પ્રમાણે, બંને એકબીજાની પરિસ્થિતિને સમજવામાં અને સંબંધને સંભાળવામાં સક્ષમ રહ્યાં છે. આ કારણે તેમના સંબંધમાં વિશ્વાસ અને પરસ્પર સમજણ મહત્ત્વપૂર્ણ બની રહ્યાં છે.જાહ્નવી એ વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે. ખાસ કરીને લીડ રોલ પ્લે કરીને બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક છાપ છોડી છે.




